અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ૧ દિકરીઓના સમુહલગ્ન યોજાયા

1731

 

વિશ્વવિખ્યાત અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મહારાણા પ્રતાપની ૪૭૮મી જન્મજયંતિ નિમિત્તે સુંમહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમા ટ્રસ્ટ દ્વારા પ૧ દિકરીઓને કન્યાદાન કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા રાજવી પરિવારો અને વૈશાવળી રાષ્ટ્રીય સંસ્થાન ગુજરાત પ્રમુખ શંભુજીરાવ બારોટનું દબદબાભેર સન્માન કરાયું હતું.

હિન્દવો સુરજ સીસોદીયા કુલ ભુષણ અને ૩૬ શાખાના રાજપુતે કાઠી ક્ષત્રિય સમાજ સહિત ગૌરવ તેવા એક ટેકીલા અને એકલીંગજીના પરમ ઉપાસક મહારાજ પ્રતાપસિંહ (મહારાણાની પદવી પામેલ)ની ૪૭૮મી જન્મજયંતિ વિશ્વ પ્રસિધ્ધ અંબાજી ટ્રસ્ટ દ્વારા તમામ રજવડાના રાજવીઓમાં શિહોરી મહારાજ રઘુવિરસિંહજી, રાણા ગજેન્દ્રસિંહજી, રાવ મોહનસિંહજી માલ પુરીયા ઠાકોર, દિપસિંહજી ચૌહાણ સિહત તમામ રાજપુતોની હાજરીમાં એક મહા પ્રસંગે ઉજવાયો જેમાં પ૧ દિકરીઓનો સમુહલગ્નોત્સવમાં પ૧ દિકીરઓને કન્યાદાન દેવાયા ઉપરાંત અખિલ ભારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના ગુજરાત પ્રમુખ શંભુજીરાવનું રાજપુતો દ્વારા ભવ્યાતિભવ્ય સન્માન કરાયું.

Previous articleરાજયમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ
Next articleરાજુલા જીએચસીએલ કંપની સામે આંદોલન દરમિયાન એક મહિલાનું મોત