મેડિકલ કોલેજમા આર્યુર્વેદિક ઉદ્યાન બનાવાયું

1849

દુનિયામાં બિમારીનુ પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે લોકો એલોપેથી સારવારથી થાકીને આયુર્વેદ તરફ વળી રહ્યા છે. એલોપેથી દવાની આડ અસરથી બચવા આયુર્વેદ પદ્ધતિ અપનાવી રહ્યા છે. ગાંધીનગર મેડીકલ કોલેજના ભાવિ તબીબો અને ફરજ બજાવતા પ્રોફેસર દ્વારા સિવિલમાં સારવાર લેવા આવતા દર્દીઓની આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવા માટે વૃંદાવન આયુર્વેદિક ઔષધિય વન તૈયાર કરાયું છે. જેમાં વિવિધ ઔષધિય વનસ્પતિનો ઉછેર કરાયો છે. ઔષધિય વન બાબતે ડા. જીજ્ઞેશ હરખાણી કહે છે કે, એલોપેથી દવાઓની આડ અસર ખૂબ જ થાય છે. જ્યારે આયુર્વેદિક સારવારની કોઇ આડ અસર થતી નથી. મેડીકલ કોલેજના કેમ્પસમાં જ વૃંદાવન બનાવ્યુ છે. જેને ૭ વિભાગમાં વહેંચી દેવામાં આવ્યુ છે.
મેડીકલ કોલેજની વિવિધ જગ્યામાં વૃક્ષોનુ વાવેતર કરાયુ છે. જેમાં પીંપળ એવુ ઝાડ છે, જે ચોવિસ કલાક ઓક્સીજન પુરો પાડે છે ત્યારે મેડીકલ કોલેજના દરવાજાથી લઇને નર્સિગ કોલેજ સુધી પીપળાના છોડ રોપવામાં આવ્યા છે. પીપળો ઉગાડવા પાછળનુ કારણ જણાવે છે કે, ઉૐર્ંના આંકડા બતાવી રહ્યા છે કે દર વર્ષે ૧૦ લાખ લોકો એર પોલ્યુશનથી મોતને ભેટે છે. ભારતમાં શાકભાજીમાં ૭૫૦ ઘણુ જંતુનાશકનુ પ્રમાણ છે. ત્યારે નાગરિકોએ નવા નવા રોગથી બચવા માટે ઓર્ગનિક શાકભાજીનો ઉપયોગ કરવો જોઇએ.
જેમાં બ્રાહ્મી- મગજના રોગમાં ઉપયોગી, સતાવરી- સ્ત્રી રોગમાં, એલોવેરા- ચામડીના રોગમા, અર્જુન- હ્યદય રોગમા, નગોળ (સંસ્કૃતમાં નીલગુંડી), પારીજાત, બીલી, સરગવો, જવારા, અરડુસી અને તુલસી ઉગાડવામાં આવી છે.
ઔષધિય વનમાં ઉગાડવામાં આવેલી વનસ્પતિનો સિવિલની યોગ રીસર્ચ લેબમાં આવતા દર્દીઓની સારવારમા કરાય છે તથા સાથે તેમને ઔષધિય વનસ્પતિ વિશેની જાણકારી અપાય છે. હાલમાં દૂધિ, કારેલા, જવારાનો રસ પીવડાવાઈ રહ્યો છે. કિમોથેરાપીમાં કેન્સરના દર્દીનુ હિમોગ્લોબિન ઓછુ થાય ત્યારે જવારાનો રસ પીવડાવવાથી ફાયદો થાય છે. મેડીકલ કોલેજ કેમ્પસ ખૂબ જ મોટુ છે. ત્યારે તેની ખુલ્લી જગ્યામાં ઔષધિય વનના સાત વિભાગ બનાવાયા છે. જેમાં વૃંદાવનમાં ઔષધિય વનસ્પતિનો સમાવેશ થાય છે.વસુંધરાવનમાં ઉંચા ઘટાદાર, શીતળ છાંયો આપતા વૃક્ષો, ધનવંતરી ઉદ્યાનમાં સાંધાના રોગો, ડાયાબિટીસ અને હ્યદય રોગમાં ઉપયોગી ઔષધિ, શ્રુષતવનમાં આસોપાલવના વૃક્ષ, નીમલેન્ડમાં કરંજ, લીમડા અને ઔષધિય વૃક્ષ અને સાતમાં નંબરમાં સ્વપ્ન સૃષ્ટી વનમાં પારીજાતનો સમાવેશ થાય છે.

Previous articleપાલિતાણા તા.પં.ના ઓરડાઓ જર્જરીત અકસમાત સર્જાય તો જવાબદાર કોણ ?
Next articleમહેસાણાઃ દૂધસાગર ડેરીના ચેરમેન વિરૂદ્ધ ગાંધીનગર રજિસ્ટારની લૂક આઉટ નોટિસ