રાજુલાના સમઢીયાળા ગામે મારામારી : યુવાનની હત્યા

1821

રાજુલાના સમઢીયાળા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતા જેન્તીભાઈ કાંતિભાઈ મારૂ ઉ.વ.આ. ૩૦ જેવો પટાવા ગામે જવાના રસ્તે આવેલ બાપા સીતારામની મઢી પાસે છેલ્લા એકાદ માસથી માયા ટ્રાન્સપોર્ટનો વહિવટ ચલાવી રહ્યાં હતા ત્યારે તેજ ગામના અમુક લોકોને સારૂના લાગતા આ અંગેનું મનદુઃખ રાખી ખોડા ભગા મકવાણા, અરવિંદ ભગા મકવાણા, લાલા રૂખડ ગુજરીયા, અવદિશ ખોડા મકવાણા, કાળુ અરજણ ગુજરીયા, કિશોર બાબુ ધુંધવા, વિક્રમ ગોવિંદ ગુજરીયા, બટુક કાના મકવાણા, જેરામ કાના ગુજરીયા, વિષન છગન દ્વારા ગેરકાયદે મંડળી રચીને જેન્તીભાઈ કાંતિભાઈ મારૂને લાકડી પાઈપ સહિતના ઘાતક હથિયારો વડે માર મારતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યારે ઈજાગ્રસ્તને ૧૦૮ની મદદ વડે સારવારમાં મહુવા ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું.
મૃતકના પરિવારજનો દ્વારા જ્યાં સુધી આરોપીઓ ના પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરતા સાવરકુંડલા ડીવાયએસપી માવાની અને મરીન પોલીસના પીએસઆઈ વિજયસિંહ પરમાર ભાવનગર ખાતે દોડી ગયા હતા અને ફરિયાદી ભાવનાબેન નાગજીભાઈની ફરિયાદ લઈને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. પીએસઆઈ વિજયસિંહ પરમાર અને ડીવાયએસપી માવાની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને લાશ સ્વીકારવામાં આવી હતી.

Previous articleતળાજાના વાડી વિસ્તારના મકાનમાંથી રોકડ અને દાગીનાની થયેલી તસ્કરી
Next article‘આંબુડુ ઝાંબુડુ કેરીને કોઠીમડુ’…!