રોઝડુ આડુ ઉતરતા રાણપુર APMCના ચેરમેનની કારને અકસ્માત નડ્યો : ઈજા

1070

 

બોટાદ જીલ્લા ના રાણપુર એ.પી.એમ.સી ના ચેરમેન અને ભાજપ અગ્રણી નરેન્દ્રભાઈ દવે ગાંધીનગર થી રાણપુર પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામા રોઝડુ આડુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો

આ અંગે જાણવા મળેલ કે રાણપુર એ.પી.એમ.સી.ના ચેરમેન અને રાણપુર ભાજપ ના પીઢ આગેવાન એવા નરેન્દ્રભાઈ દવે અને રાણપુર ના પુર્વ સરપંચ તથા ભાજપ અગ્રણી જીવાભાઈ રબારી સાંજના સમયે ગાંધીનગર થી રાણપુર પરત આવી રહ્યા હતા તે દરમ્યાન રાત્રીના ૮ ક્લાકે બાવળા-બગોદરા વચ્ચે અચાનક રોડની સાઈડમાથી રોઝડુ રોડ ઉપર આવી કાર સાથે ધડાકાભેર ટકરાતા રાણપુર એ.પી.એમ.સી.ના ચેરમેન નરેન્દ્રભાઈ દવે અને ભાજપના અગ્રણી જીવાભાઈ રબારી ને નાની મોટી ઈજા થઈ હતી સદનસીબે બન્ને આગેવાનનો બચાવ થયો હતો.

Previous articleમહેસાણાઃ દૂધસાગર ડેરીના ચેરમેન વિરૂદ્ધ ગાંધીનગર રજિસ્ટારની લૂક આઉટ નોટિસ
Next articleરાજુલાના ગામડાઓમાં તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કરતા મંત્રી આર.સી.ફળદુ