રાજુલા વન વિભાગની બેદરકારીથી વન્ય પ્રાણીઓની બેઠેલી માઠી દશા

612
guj3042018-4.jpg

રાજુલા વન વિભાગની બેદરકારી આવી છે સામે સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ વન્ય પ્રાણીના બચાવ માટે આપવામાં આવે છે પણ રાજુલાના વન વિભાગના અમુક આળશુ કર્મચારીના પાપે કથીવદર વિક્ટર વિસ્તારમાં વસવાટ કરતા દરેક વન્ય પ્રાણીની માઠી દશા છે કારણ કે આ વિસ્તારમાં ફોરેસ્ટર આ રાઉન્ડમાં નોકરી પોતે પોતાના ઘરે બેઠા બેઠા રડારથી જાઈને નોકરી કરે છે. ક્યારેય નોકરીની જગ્યાએ આવતા નથી ને ઘરે બેઠા બેઠા પોણો લાખ પગાર સરકારનો ખાય છે અને વન્ય પ્રાણી ભુખ્યા અને તરસ્યા આડા અવળા વલખા મારે છે. અમરેલી ડીએફઓ અને રાજુલા અને આરએફઓને આ આળસુ કર્મચારીની અન્ય જગ્યાએ બદલી કરવાની માંગ કરૂ પણ આજદિન સુધી આ અમરેલી અને રાજુલાના વન વિભાગના પેટનું પાણી પણ હલ્યું નથી હજુ ડુંગર સિંહના મોતનો ભેદ પણ રાજુલા વન વિભાગ ઉકેલી શકી નથી તો આ બાબતે ઉપલા અધિકારીએ આ વન્ય પ્રાણી પ્રત્યે પ્રેમ દાખવી આવા આળસુ કર્મચારીને શાન ઠેકાણે આવે એવું કરવા પ્રકૃતિ પ્રેમીની માંગ છે. રાજુલા આરએફઓ બાબતથી અજાણ છે.

Previous articleઉચૈયા ગામની ક્રિકેટ ટીમ શ્યામ ઈલેવનનો ભવ્ય વિજય
Next articleટીંબી ગામે સુજલામ સુફલામ યોજના તળે ૧પ ગામના સરપંચોની બેઠક મળી