૪૩.૮ ડિગ્રી સાથે રાજ્યમાં ભાવનગર સૌથી હોટ

942
BVN152018-17.jpg

સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે મહત્તમ ૪૩.૮ ડિગ્રી તાપમાન સાથે ભાવનગર સૌથી હોટ રહ્યું હતું. 
કાળઝાળ ગરમીના કારણે આજે લોકોએ ભારે અકળામણનો અનુભવ કર્યો હતો. આજે એક જ દિવસમાં તાપમાનનો પારો ૪.૮ ડિગ્રી વધતા રાજ્યભરમાં ગરમીમાં ભાવનગર સૌથી ટોપ ઉપર રહ્યું હતું.
છેલ્લા કેટલાય સમયથી ઉનાળાની ગરમી શરૂ થઈ જવા પામી છે. રાજ્યભરમાં તાપમાન ૪ર ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યું છે પરંતુ ભાવનગરમાં છેલ્લા કેટલાય દિવસથી મહત્તમ તાપમાન ૩૮ થી ૪૦ ડિગ્રી સુધી રહેતા ગરમીનું પ્રમાણ જળવાઈ રહ્યું હતું. ગઈકાલે મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી રહ્યાં બાદ આજે તાપમાનમાં એકાએક ૪.૮ ડિગ્રીનો વધારો થતા મહત્તમ તાપમાન ૪૩.૮ ડિગ્રી પહોંચી જવા પામ્યું હતું. 
જે વર્તમાન ઉનાળાની સિઝનનું ભાવનગરનું સૌથી વધુ તાપમાન રહેવા સાથે આજે રાજ્યભરમાં સૌથી વધુ તાપમાન ભાવનગરમાં રહેવા પામ્યું હતું.
આજે સવારથી જ ગરમીનું પ્રમાણ વધુ હોવાનો લોકોએ અહેસાસ કર્યો હતો. જયારે બપોર પડતા તો સુર્યનારાયણે જાણે કે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોય. તેમ પોતાનો પ્રકોપ દર્શાવ્યો હતો અને સરેરાશ ર૮ કી.મી.ની ઝડપે ફુંકાયેલા ગરમ પવનના કારણે રસ્તાઓ પરથી પર અગન જવાળા નિકળતી હોય તેવો અહેસાસ રાહદારીઓ અને વાહન ચાલકોએ કર્યો હતો. જા કે કાળઝાળ અને અંગદાહક ગરમીના કારણે શહેરના રસ્તાઓ બપોરના સમયે સ્વયંભુ કર્ફયુ માફક સુમસામ બન્યા હતાં.
બપોરના સમયે ભારે ઝડપે વાવાઝોડા માફક પવન ફુંકાયો હતો. અને વૈશાખી વાયરાનો અનુભવ થવા પામેલ. એકાએક વધી ગયેલી ગરમીના કારણે લોકોને પોતાના ઘરમાં કે ઓફીસમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું. અને એસી તથા પંખા પણ કામ કરતા બંધ થયા હોવાનો ઘાટ સર્જાયો હતો. કાળઝાળ ગરમીના પગલે અબોલ પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી થવા પામી હતી. 
રાજયભરમાં આજે ૪૩.૮ ડિગ્રી સાથે ભાવનગર સૌથી ગરમ રહ્યું હતું તો ૪૩ ડિગ્રી સાથે અમદાવાદ, ગાંધીનગર જયારે ૪ર ડિગ્રી સાથે અમરેલી પણ ગરમ રહ્યા હતાં. 
રાજયના મોટાભાગના શહેરોમાં આજે મહત્તમ તાપમાન ૪૦ ઉપર રહેવા પામ્યું હતું. 

છેલ્લા પાંચ દિવસનું ભાવનગરનું તાપમાન
તારીખવાર    મહુત્તમ    લઘુત્તમ
તા. ૩૦, સોમવાર    ૪૩.૮    રપ.૦
તા. ર૯, રવિવાર    ૩૯.૦    ર૬.ર
તા. ર૮, શનિવાર    ૩૯.૧    ર૬.ર
તા. ર૭, શુક્રવાર    ૩૮.૧    ર૬.ર
તા. ર૬, ગુરૂવાર    ૩૭.૭    રપ.ર
આભાર – નિહારીકા રવિયા 

Previous articleદારૂના પૈસાની બાબતે મિત્રએ કરી મિત્રની હત્યા
Next articleગાંધીનગર અગનજાળમાં ફેરવાયુ રેકોર્ડ સર્જતું ૪૩ ડિગ્રી તાપમાન