મધૂર ડેરી હવે શાકભાજી અને મીનીરલ પાણી સાથે બજારમાં ઉતરશે

1003
gandhi252018-1.jpg

ભારત સરકાર દ્ધારા માનનીય વડાપ્રધાને ખેડૂતોની આવક બમણી કરવાનો એક સંકલ્પ જાહેર કર્યો છે, ત્યારે “પ્રધાનમંત્રી કિશાન સંપદા યોજના” હેઠળ ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે મધુર ડેરી ગાંધીનગર દ્વારા, દૂધની સાથે સાથે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ પશુપાલકો અને ખેડૂતોને દૂધની જેમ તેમની ક્રુષિ પેદાશોમાં પણ મુલ્યવ્રુધ્ધિ અને યોગ્ય બજાર મળી રહે તે માટે મધુર ડેરી દ્વારા ‘મિશન બિયોન્ડ મિલ્ક’ ની એક અનોખી પહેલ હાથ ધરવામા આવી છે. આ પહેલમા ગ્રાહકોને તાજા ફળ, શાકભાજી અને મીનરલ વોટર જેવી મધુર બનાવટો મળી રહે તે માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવાનું આયોજન છે.  
મધુર શાકભાજી સેતુ કાર્યક્રમ હેઠળ મધુર ડેરી દ્વારા આ ખેડૂતોને શાકભાજીના બિયારણ થી માંડી બજાર સુધીની પ્રક્રિયામા ટેકનિકલ માર્ગદર્શન, બજાર વયવસ્થા પૂરી પાડી પોષણક્ષમ ભાવ મળી રહે અને ગાંધીનગરના ગ્રાહકોને યોગ્યભાવે ગુણવત્તાવાળા, સ્વચ્છ પાણીમાં ધોયેલા, તાજા શાકભાજી કાપી/ ફોલીને તૈયાર જથ્થામાં ઘર આંગણે પહોંચાડવાનો ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. 
નોકરિયાત મહિલાઓ, વ્યસ્ત રહેતી ગ્રુહિણિઓ માટે મધુર બ્રાંડની શાકભાજી ઓર્ડર મુજબ ઘર આંગણે મળી રહે તે માટે ખાસ વેચાણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. 
પ્રોજેક્ટની વિસ્ત્રુત માહિતિ આપતા મધુર ડેરીના ચેરમેન ડા. શંકરસિંહ રાણાએ જણાવ્યુ હતુ કે ખેડૂતો  શાકભાજીનું સીધું વેચાણ કરી શકે તે માટે સરકારએ માર્કેટ વ્યવસ્થામાં પણ છુટછાટ આપી છે આ સંજોગોમાં દૂધ સંપાદન અને વેચાણના માધ્યમની જેમ જ સહકારી ધોરણે જે તે ગામમાંથી શાકભાજી મેળવવી ને જે તે ગામમાં વજન કરાવી, પ્રોસેસીંગ પ્લાન્ટ ઉપર લાવવા તથા આવા શાકભાજીને પ્લાન્ટ ઉપર ફરી વજન કરીને જથ્થો જમાં લઇ તેને ધોવા, કાપવા અને બાફી, શેકી કે ઠંડા કરીને ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામમાં પેકીંગમાં મધુર ડેરીના વેચાણ કેન્દ્ર ઉપરથી તેનું વેચાણ કરવાનો આ એક અનોખો પ્રયાસ બની રહેશે. ખાનગી કંપનીઓ દ્વારા આવો બિઝનેશ શરૂ કરવો સામાન્ય હોઇ શકે પણ ગુજરાતની સહકારી ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ માટે આ એક નવી બાબત છે. મધુર ડેરીના મેનેજીંગ ડીરેક્ટરના વડપણ હેઠળ તેમજ ગુજરાત સરકારના નિવ્રુત્ત નાયબ ખેતી નિયામક ડા. બિપિન ભટ્ટ ના સંકલનમાં નિષ્ણાંતોની ટીમ દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.  
‘ગુણવત્તાયુક્ત ગાંધીનગર’ અભિયાનના ભાગરૂપે ગાંધીનગરની જનતાને સ્વચ્છ પીવાનુ પાણી મળી રહે અને એ પણ બી-૧૨ વિટામીનથી ભરપૂર મિનરલ વોટર વ્યાજબી ભાવે મળી રહે તે માટે “મધુર મિનરલ વાટર પ્રોજેક્ટ”ની શુભ શરૂઆત કરવામા આવી છે. દશેલા, ગાંધીનગર ખાતે અધ્યતન પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ૨૦૦ મિ.લિ. ૫૦૦ મિ.લિ, એક લિટર, બે લિટર, ૨૦ લિટર પેકિંગમાં મીનરલ વાટર મળી રહેશે.  
અમુલ-મધુર પાર્લર ઉપરાંત અન્ય એજન્સીઓના માધ્યમથી મધુર વાટરનું વેચાણ કરવામાં આવશે ઉપરાંત સરકારી કચેરીઓમાં જી.આઇ.ડી.સી એકમોમા મીટીંગ, સેમિનાર, જાહેર કાર્યક્રમો, ઇવેન્ટ મેનેજન્ટમાં પણ મધુર બ્રાન્ડનું મિનરલ વાટર સરળતાથી મળી રહે તે માટે આયોજન કરવામાં આવશે. મિનરલ વાટરનો ભાવ બજારમાં અન્ય કરતા સરખામણીમા ઓછો હશે. જે પડતર કિંમત નક્કિ કરીને જાહેર કરવામાં આવશે.
મધુર ડેરીના ચેરમેન ડા. શંકરસિંહ રાણાના નેત્રુત્વમાં આગામી વર્ષ ૨૦૨૦માં મધુર ડેરીની સ્થાપનાની સૂવર્ણ જયંતિ પર્વ નિમિત્તે “ ગુણવત્તાયુક્ત ગાંધીનગર” ના અભિયાન દ્વારા “વાઇબ્રંટ ગુજરાત” હેઠળ મધુર ડેરી દ્વારા ઉત્પાદકો અને ગ્રાહકોને જોડવા અનેકવિધ પ્રોજક્ટસ શરૂ કરવામાં આવ્યા છે તે સહકારી ક્ષેત્રની સફળતા ગણી શકાય.    
આ ઉપરાંત મધુર કેસર કેરી મહોત્સવ- ૨૦૧૮ હેઠળ વર્ષ ૨૦૧૮ની કેરીની સિઝનમાં ગ્રાહકોને ગુણવત્તાવાળી કેસર કેરી મળી રહે તે હેતુસર ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (મધુર ડેરી) દ્વારા કેસર કેરી મહોત્સવ ૨૦૧૮ નો શુભારંભ કરેલ છે જે અનુસાર મધુર અમુલ પાર્લર, ગાંધીનગર ઉપર તા. ૧ મે થી સિઝન પુરી થાય ત્યાં સુધી કાર્બાઇડ ફ્રી અન્ય કોઇ ભેળસેળ વિનાની સારી ગુણવત્તા વાળી કેસર કેરી મળી રહેશે. ગ્રાહકોની માંગ મુજબ પાંચ કિલોના બોક્ષમાં પેક કરીને કેરીનું વેચાણ કરવામાં આવશે.

Previous articleગાંધીનગર અગનજાળમાં ફેરવાયુ રેકોર્ડ સર્જતું ૪૩ ડિગ્રી તાપમાન
Next articleગાંધીનગર જિલ્લામાં જળસંચય અભિયાનનો પ્રારંભ