બોરતળાવ ઉંડુ ઉતારવાના કામનો થયેલો પ્રારંભ

1421
bvn252018-11.jpg

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળઅભિયાન-ર૦૧૮ અંતર્ગત જળાશયો-ચેકડેમો-તળાવો ઉંડા ઉતારવાની કામગીરીનો રાજ્યભરમાં આજથી પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત આજે ભાવનગર શહેરના જીવાદોરીસમાન ગૌરીશંકર સરોવર (બોરતળાવ)ને ઉંડુ ઉતારવાનો પ્રારંભ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ, મેયર નિમુબેન બાંભણીયા, પ્રભારી સચિવ અંજુ શર્મા, કારોબારી ચેરમેન સુરેશ ધાંધલ્યા, ડેપ્યુટી મેયર મનભા મોરી, નિલેશ રાવલ, શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી તેમજ કમિશ્નર એમ.એ. ગાંધી, ડીડીઓ વરૂણકુમાર, નાયબ કમિશ્નર એન.ડી. ગોવાણી, જે.એ. રાણા, સીટી એન્જીનિયર ચંદારાણા સહિત ઉપÂસ્થત રહ્યાં હતા. શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સહિત આગેવાનોની ઉપÂસ્થતિમાં પૂજન કરી જળ અભિયાન અંતર્ગત બોરતળાવ ઉંડુ ઉતારવાના કામનો પ્રારંભ કરાયો હતો. બોરતળાવ ખાતે એક સાથે ૧૦ ઉપરાંત જેસીબી મશીનો સાથે કામગીરી કરવામાં આવનાર છે. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં ઉપÂસ્થત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને રાજ્ય સરકારની સુજલામ સુફલામ જળઅભિયાન યોજનાને સરાહનિય ગણાવી હતી. લોકભાગીદારીથી થનારા જળાશયો ઉંડા ઉતારવાના કામોથી જળ સંગ્રહની ક્ષમતામાં વધારો થશે અને આગામી દિવસોમાં પીવાના તથા સિંચાઈ માટેના પાણીની તકલીફ નહીં પડે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. આ ઉપરાંત જળાશયોમાંથી નિકળનારી ફળદ્રુપ માટી ખેડૂતોને વિનામુલ્યે આપવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને પણ પાકમાં ફાયદો થશે અને ખાતર બિયારણનો ખર્ચ ઓછો થશે તેમ જણાવ્યું હતું.
તળાવો ઉંડા ઉતારવાની કામગીરીમાં અનેક સંસ્થાઓ પણ જાડાયેલ છે અને પોતાના જેસીબી સહિત વાહનો ફાળવવામાં આવ્યા છે. જેમાં સરકાર દ્વારા ડીઝલ ખર્ચમાં અડધા નાણા આપવામાં આવશે. જ્યારે જળાશયોમાંથી માટી ઉપાડવા માટે ટ્રેક્ટરો સહિત વાહનોની કતારો પણ લાગી રહી છે. આમ, રાજ્યભરની સાથોસાથ આજથી બોરતળાવ ઉંડુ ઉતારવાના કામનો પ્રારંભ કરાયો હતો.

કેનાલના અવરોધો દુર કરવા ચેમ્બરની રજૂઆત
રાજ્ય સરકાર દ્વારા આજથી એક મહિના માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસંચયની કામગીરી અંતર્ગત બોરતળાવ ઉંડુ ઉતારવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને સરાહનિય ગણાવી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કમિશ્નર સમક્ષ લેખીત રજૂઆત કરતા જણાવેલ કે, બોરતળાવ ઉપર પાણીનો સોર્સ માટે ભીકડા કેનાલ તથા કંસારા વેસ્ટ વીઅરથી શાંતિલાલ શાહ કોલેજ સુધી બનાવવામાં આવેલ કેનાલમાંના અવરોધો દુર કરાવવા જરૂરી છે. વધારે પાણી તેના મારફત જ આવતું હોય છે અને બોરતળાવ ફરીવાર ઓવરફ્લો થાય તે માટે ઘટતી કાર્યવાહી કરવા પણ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગણી કરાઈ હતી. બોરતળાવ ઓવરફ્લો થાય તો ભાવનગર શહેરનો પાણી પ્રશ્ન હળવો થવા ઉપરાંત લોકોને ફરવા માટેનું એક રમણીય સ્થળ પણ મળી રહેશે તેવું પણ રજૂઆતમાં જણાવ્યું હતું.

Previous articleસીટુ દ્વારા શ્રમજીવી દિવસની ઉજવણી
Next articleમુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપની યોજનાનો આરંભ કરાવાયો