ઘોઘા-દહેજ ફેરી સર્વિસના સમય પત્રકમાં ફેરફાર થયો

1764
bvn852018-6.jpg

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના નિયત સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિશ્વ વિખ્યાત જૈન તિર્થ ક્ષેત્ર પાલીતાણા ખાતેથી પણ ટીકીટ ઉપલબ્ધ થશે.
ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ઈન્ડીગો કંપની દ્વારા ઘોઘા થી દહેજ વચ્ચે સમુદ્રી માર્ગે ફેરી ચલાવવામાં આવી રહી છે. જેના નિયત સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ઘોઘાથી સવારે ૧૧-૩૦ વાગે ઉપડશે તો દહેજથી સવારે ૯-૩૦ કલાકે ઉપડશે. એ જ રીતે ઘોઘાથી સાંજે પ-૩૦ વાગે ઉપડશે તો દહેજથી બપોરે ર-૩૦ કલાકે ઉપડી ઘોઘા પહોંચશે. 
આ નવા સમય પત્રકનો અમલ થઈ ચુક્યો છે. તદ્દઉપરાંત વિશ્વભરમાં પ્રખ્યાત જૈન તિર્થ સ્થળ પાલીતાણાથી પણ દહેજ જવા માટે ટીકીટ ઉપલબ્ધ થશે. જે માત્ર ગ્રુપ માટે જ રહેશે. જેમાં ૪૦ સભ્યો હોવા જરૂરી છે. વધુ વિગત માટે ઈન્ડીગો ઘોઘા-દહેજ રો-રો ફેરી વેબ પરથી માહિતી મળી શકશે.

Previous articleચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું સમાપન
Next articleદેશી બનાવટની પીસ્ટલ સાથે કુંભારવાડાનો શખ્સ ઝડપાયો