દેશી બનાવટની પીસ્ટલ સાથે કુંભારવાડાનો શખ્સ ઝડપાયો

0
728
bvn852018-2.jpg

શહેરના કુંભારવાડા નારી રોડ પર રહેતા શખ્સને એસ.ઓ.જી. ટીમે દેશી બનાવટની પીસ્ટલ સાથે ફરીયાદકા ગામના પાટીયા પાસેથી ઝડપી લીધો હતો. 
એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા , અતુલભાઇ ચુડાસમાને મળેલ હકિકત આધારે એસ.ઓ.જી. પોલીસે નઝીરખાન ઉર્ફે ભુરો મુરાદખાન બ્લોચ ઉ.વ.૩૬ રહે. કુંભારવાડા, નારી રોડ મામાની દેરી પાસે કાશ્મીરી કર્વાટરનં-૪૯૪ ની સામે મફતનગર ભાવનગર વાળાને સીદસર-વરતેજ રોડ, ફરીયાકા ગામના પાટીયા પાસેથી એક ગેરકાયદેસરની દેશી બનાવટની પીસ્ટલ સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા એ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ  અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here