રાજુલા તાલુકાનાં ચાંચબંદર ગામે દિપડાનાં ધામાં : લોકોમાં ફફડાટ

1913
guj1052018-2.jpg

રાજુલા જાફરાબાદ વિસ્તાર માં રાની પશુઓ નો વસવાટ કાયમી બન્યો છે ત્યારે અહીં ખાસ કરી ને જંગલ વિસ્તાર છોડી ને રાની પશુઓ રેવન્યુ વિસ્તાર મા વસવાટ કરવા લાગ્યા છે અને શિકાર ની શોધ મા છેક ગામ પાદર સુધી આવી જતા હોય છે જેને લય ને લોકો ભય ના ઓથાર તળે જીવવા નો વારો આવે છે અહીં વન વિભાગ ની નિષ્ક્રિયતા ને લય  વન્ય જીવો ને ખલેલ પહોંચાડવા ના બનાવો પન વધવા પામ્યા છે તેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે 
રાજુલા ના છેવાડે દરિયા કાંઠે આવેલ ચાંચ બંદર ગામે દીપડા ના આટા ફેરા થી ગ્રામ્ય જનો અને પ્રવાસીઓ મા ભય નો માહોલ જોવા મળી રહ્યો છે અહીં આવેલ ઐતિહાસિક ભાવ નગર ના મહારાજ નો હવા મહેલ પ્રવાસીઓ માટે જોવા લાયક સ્થળ છે જો કે હાલ અહીં મહેલ જર્જરિત હોવાથી પ્રવાસીઓ ની સંખ્યા મા ઘટાડો થયો છે પરંતુ અહીં દીપડા ના આટા ફેરા સત્તત વધી રહ્યા છે જેને કારણે લોકો માં ભય નો માહોલ જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા સમય થી અહી દીપડા ના પરિવારે ધામા નાખ્યા હોવાનું પણ સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે ઘણી વખત રહેણાંકીય મકાનો સુધી પણ શિકાર ની શોધ માં ઘૂસી આવે છે તેમાં પણ લોકો પર જોખમ જોવા મળી રહ્યું છે 
અહીં દોઢેક મહિના પહેલાં પણ એક દીપડાને વન  વિભાગ દ્વારા પાંજરે પુરાવા માં આવ્યો હતો ત્યારે ફરી વખત અહીં દીપડા ના ધામા થી લોકો ભય ના ઓથાર તણે જીવી રહ્યા છે અહીં દિવસ દરમિયાન દીપડો દરિયા કાંઠે રહેછે અને રાત્રિ દરમિયાન મહેલ માં થઈ ને ગામ સુધી આવી જાય છે તેવી ફરિયાદો અહીં ના રહીશો કરી રહ્યા છે ત્યારે અહીં વન વિભાગ દ્વારા દીપડા ને પાંજરે પુરવા માટે પાંજરું મૂકવા મા આવે અથવા જો સી સી ટી વી મૂકવા માં આવે તો દીપડા ને લોકેટ કરી ને પાંજરે પૂરી શકાય તેમ છે તો વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Previous articleવલ્લભીપુરનાં રાયફલ શૂટીંગ ખેલાડી જય મહેતાની જર્મની ખાતે પસંદગી
Next articleસરકારે રૂા.ર૭.૮૭ કરોડની રકમનો મેયરને આપેલો ચેક