ધો.૧ર વિ.પ્ર.નું ભાવ. જિલ્લાનું ૭૭.૨૯% પરિણામ

956
bvn1152018-9.jpg

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-ર૦૧૮માં લેવાયેલી ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ એપ્રિલ-ર૦૧૮ની પરીક્ષાના આજે જાહેર થયા હતા. સમગ્ર રાજ્યનું ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭ર.૯૯ ટકા આવેલ છે. જ્યારે ગત વર્ષે લેવાયેલી પરીક્ષાનું પરિણામ ૮૧.૧૯ ટકા હતું એટલે કે, આ વર્ષે ૯ ટકા પરિણામ ઓછું આવ્યું છે.જ્યારે ભાવનગરમાં ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ પપરર પૈકીના પપ૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકીના ૧રપ૬ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નાપાસ થતા અને અન્ય વિદ્યાર્થીઓ પાસ જાહેર થતા ભાવનગર શહેર-જિલ્લાનું ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭૭.ર૯ ટકા જાહેર થયું છે.
તે જ રીતે બોટાદ જિલ્લાનું ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું કુલ ૮૪૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ તમામ ૮૪૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકીના ૧ર૭ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પાસ જાહેર થતા બોટાદ જિલ્લાનું પરિણામ ૮૪.૯૩ ટકા જાહેર થયું છે.ભાવનગર શહેર જિલ્લામાં ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં એ-ગ્રેડમાં ૩ વિદ્યાર્થીઓ, એ-રમાં ૧૪૬, બી-૧ ૩૯ર, બી-ર ૭૮૩, સી-૧ ૧૦૬૦, સી-ર ૧૩રર વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે. તે જ રીતે બોટાદ જિલ્લામાં એ-૧ ગ્રેડમાં ૧ વિદ્યાર્થી, એ-રમાં ૧ર, બી-૧માં ૬પ, બી-રમાં ૧ર૮, સી-૧માં ૧૯ર, સી-રમાં ર૩પ વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે.
કેન્દ્રવાર પરિણામની ટકાવારી જોઈએ તો ભાવનગર કેન્દ્રમાં આ વર્ષ ૪૧૮૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા તે પૈકીના તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 
જેમાં ૩રપ૩ વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા હતા. જ્યારે ૯૩૦ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર તથા ભાવનગર કેન્દ્રનું ૭૭.૮૦ ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે મહુવા પરીક્ષા કેન્દ્રમાં ૮૦પ વિદ્યાર્થીઓ નોંધાયા હતા તે પૈકીના ૮૦૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં પ૬ર વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા હતા અને ર૪૩ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થતા મહુવા કેન્દ્રનું પરિણામ ૬૯.૯૦ ટકા પરિણામ જાહેર થયું છે.

પરિણામમાં ઘટાડો ચિંતાનો વિષય
ભાવનગર શહેર તથા જિલ્લા મળી ધો.૧ર વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં આ વર્ષે ૯ ટકા જેવો ઘટાડો થયો હોવાનું શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યું છે. આ અંગે સુત્રોએ વધુમાં જણાવ્યું છે કે, ધો.૧ર વિ.પ્ર. સૌથી ઓછુ પરિણામ જિલ્લાના પાલીતાણા તાલુકાનું આવ્યું છે. આ રીતે ઘટેલા પરિણામના કારણે વાલી વર્ગમાં ચિંતા જોવા મળી રહી છે તો બીજી તરફ નાપાસ જાહેર થયેલ વિદ્યાર્થીની સંખ્યામાં પણ ગત વર્ષની તુલનાએ વધારો થયો છે.

Previous articleવે.રે.મ.સ.દ્વારા ધરણા કરાયા
Next articleગુજરાતમાં હવે આગઝરતી ગરમી : પારો ૪૪ થઇ ગયો