ઉજ્જવલા યોજનનાનો લાભ ગરીબોની સાથે ધનિકો પણ લઇ રહ્યા છે

1495
gandhi12518-1.jpg

ગ્રામ્ય વિસ્તારોમાં સીમમાંથી બળતણ લાવીને ચૂલા ફુંકીને રસોઇ બનાવતી મહિલાઓમાં શ્વાસની તકલીફ તથા આંખોમાં ખામીની સમસ્યા વધારે રહે છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આવી ગરીબ પરીવારની મહિલાઓને ધ્યાને લઇને મફતમાં ગેસ બાટલા તથા કીટ આપવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલ્લા યોજના અમલમાં મુકી છે. ગાંધીનગર જિલ્લાને પણ તેનો લાભ મળ્યો છે. પરંતુ ઘણા ગામોમાં લાભાર્થી તરીકેની પરીવારોની યાદી મોકલવામાં આવી છે તેમાં પૈસાદાર અને પહેલાથી ગેસ કનેકશન અને અન્ય સુવિધાઓ ધરાવતા લોકોનાં પણ નામનો પણ સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની ગરીબ મહિલાઓનાં આરોગ્યની કાળજી તથા સરળતા માટે ખુબ જ મહત્વની અને જમીની યોજના છે. ગાંધીનગર જિલ્લામાં પ્રથમ ફેઝમાં હજારોની સંખ્યામાં પરીવારોને લાભ આપવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા લાભાર્થી મહિલાઓને ગેસનો બાટલો, સગડી, પાઇપ તથા રેગ્યુલેટર મફતમાં આપવામાં આવે છે. મોટા ભાગનાં બિલોવ પુર્વર્ટી લાઇન (બીપીએલ) પરીવારો લાભાર્થી છે.
ગરીબોને લાભ મળે તે ખુબ જ સારી વાત છે. પરંતુ કેટલાક ગામમાં ફેઝ ૨નાં વિતરણ માટે યાદીઓ આપવામાં આવી તેમાં ઘણા પરીવારો એવા છે કે જેમની પાસેથી પહેલાથી જ ગેસનાં બાટલા કે ગેસ લાઇનનાં કનેકશન છે.
પોતાનાં સારા ઘર, મકાન, જમીન, વાહનો પણ છે. આવા લોકોને પણ ઉજ્જવલા યોજનામાં મફતમાં કીટ મળવા સાથે જાગૃત નાગરીકોએ વાંધો ઉઠાવ્યો છે અને હકીકતમાં જે પરીવારો ગેસ કનેકશન લેવા સક્ષમ નથી તેવા લોકોને લાભ મળવો જોઇએ તેવો મત વ્યક્ત કર્યો છે. શેરથાનાં સ્થાનીક સુત્રોનાં જણાવ્યાનુંસાર શેરથામાં ૪૩૨ જેટલા લાભાર્થીઓની યાદી ઓએનજીસીને આપવામાં આવી છે. જેમાંથી આશરે ૩૫થી ૪૦ ટકા પરીવારો સક્ષમ છે અને પહેલાથી જ ગેસ કનેકશન ધરાવે છે. 
આવા પરીવારને લાભ મળશે તો પણ બાટલા પડ્‌યા રહેશે અથવા અંગત લાભ માટે વેચી દેશે કે ભાડે આપી દેશે. જિલ્લાભરનાં લાભાર્થીઓનાં ઘરે તપાસ કરીને હકીકતમાં લાભ મેળવવા લાયક હોય તેમને લાભ મળવો જોઇએ તે મહત્વનું બન્યુ છે.

Previous article ૧ર વિજ્ઞાન પ્રવાહમાં માત્ર ત્રણ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં આવવાથી શિક્ષણની ચિંતા 
Next article દહેગામ તાલુકામાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ