ગાંધીનગર સ્ટેશને ટ્રેનો બે જ મિનીટ રોકાતી હોવાથી મુશ્કેલી

1408
gandhi1452018-2.jpg

ગાંધીનગરના કેપીટલ રેલ-વે સ્ટેશન પર લાંબા અંતરની દેશના મહાનગરોને જોડતી રેલગાડીઓનો ધમધમાટ તો શરૂ થઇ ગયો છે. પરંતુ આ તમામ ટ્રેન સીધી ગાંધીનગરને ફાળવવાના બદલે ગાંધીનગર સુધી લંબાવવામાં આવી હોવાના કારણે અહીં આ ટ્રેનો માત્ર બે મીનીટ માટે ઉભી રહે છે. ખૂબ જ ઓછા સમયના હોલ્ટના કારણે મુસાફરો દોડાદોડ કરતા હોવાથી અકસ્માત સર્જા?વાનો ભય રહે છે. આ તમામ ટ્રેન અમદાવાદ રેલ-વે સ્ટેશન પર અડધોથી એક કલાક પડી રહે છે. વસાહતીઓ દ્વારા અમદાવાદ સ્ટેશન પરનો સમય ઘટાડીને ગાંધીનગર સ્ટેશન પર તમામ ટ્રેનનો હોલ્ટ ૧પ મીનીટનો કરવાની માગણી કરવામાં આવી છે. 
અમદાવાદ રેલ-વે સ્ટેશનથી દિલ્હી, જયપુર, મુંબઇ, વડોદરા, હરદ્વાર સહિ?તની લાંબા અંતરની જુદી-જુદી ટ્રેન ગાંધીનગર સુધી લંબાવવામાં આવી છે. ખરેખર તો આ તમામ ટ્રેનને અમદાવાદથી પંદર મિનિટ વહેલી ઉપાડી લઇને ગાંધીનગર સ્ટેશન પર તેને ૧પ મિનિટનો હોલ્ટ આપવો જોઇએ. પરંતુ રેલ-વે તંત્ર દ્વારા આવી વ્યવસ્થા કરવામાં આવી નથી. મેમુ ટ્રેન સહિ?તની તમામ ગાડીઓ ગાંધીનગર રેલ-વે સ્ટેશન પર માત્ર બે મિનિટનું રોકાણ કરે છે. ગાંધીનગર કર્મચારીનગર હોવાથી અહીં નિવૃત્ત થયેલા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. તેથી ટ્રેનના ગાંધીનગરના પ્રવાસીઓમાં પણ તેઓની સંખ્યા વધુ રહે છે. 

Previous articleજૈનમ શાહ હત્યા કેસઃ ડીસા કોર્ટે ૨ને આજીવન, ૪ને આપી ૭ વર્ષ જેલની સજા
Next articleસે- ૨૪ જર્જરિત પોલીસ ચોકી મરામત કરી કાર્યરત કરવા માંગ