ખેતરોમાં ગટરના પાણીથી સિંચાઇ થતાં મચ્છરનો ત્રાસ

957

એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને બીજી તરફ ગાંધીનગરમાં મચ્છરોનો ઉપદ્રવ નગરજનોને ત્રાહિમામ્‌ પોકરાવી રહ્યો છે. ગાંધીનગરના મોટાભાગના વિસ્તારોમાં મચ્છરોનો ગણગણાટ શરૂ થઇ ગયો છે. પરંતુ સેકટર ૪ના તરફનાં રહીશો મચ્છરોથી સૌથી ત્રસ્ત જાય છે. ખ અને ગ રોડ પરના ખેતરોમાં ગટરોના ગંદા પાણીથી સિંચાઇ કરાતી હોવાથી આ વિસ્તારમાં ગામડાઓમાં પણ મચ્છરોનો ત્રાસ વધુ વર્તાઇ રહ્યો છે.
ખેતરોમાં શાકભાજી સહિતના પાકને પાણી પૂરૂ પાડવા માટે ગટરના પાણીથી સિંચાઇ કરવામાં આવે છે. બન્ને મુખ્યમાર્ગ ખ રોડ અને ગ રોડ પરના કેટલાક વિસ્તારમાં આવેલા ખેતરોમાં પણ ગટરમાંથી પમ્પીંગ મશીન મૂકીને પાણી સિંચવામાં આવે છે. આટલા પટ્ટામાં આવેલી ગટરના હોલમાં ઇલેકિટ્રક મોટર સાથેના પમ્પીંગ મશીન મૂકવામાં આવ્યા હોવાના કિસ્સા ભૂતકાળમાં પકડાયેલા છે. જેના દ્વારા ખેતરોમાં ગટરના પાણીથી સિંચાઇ કરવામાં આવે છે.
ગટરના પાણીથી પાકને સિંચાઇ પૂરી પાડવાની કામગીરીનાં કારણે ખેતરોની સામે જ આવેલા સેકટર ૪માં મચ્છરોનો ઉપદ્રવ વધી પડતો હોવાની ફરિયાદો રહીશો કરે છે. ખેતરમાં ગટરના ગંદાં પાણી વહેતા હોવાથી અને સતત ગટરના ઢાંકણા ખુલ્લા જ રહેતા હોવાને કારણે મચ્છરોની સંખ્યા વધી ગઇ છે. જેને કારણે વસાહતીઓને મુશ્કેલી વેઠવી પડે છે. સેકટર ૪ના કેટલાક રહીશોએ ફરિયાદ કરી હતી કે, ખેતરમાં ગટરના પાણીથી સિંચાઇ કરાતી હોય તેની સામે વિરોધ નથી.

Previous articleએકાકી જીવન જીવતા વયસ્કો-વૃદ્ધોની આરોગ્યની સંભાળ રખાશે : નીતિન પટેલ
Next articleમાણસામાં દિવ્યાંગો માટે કેમ્પનું આયોજન કરાયુ