મોતીતળાવ રોડ પર ટ્રક તળે કચડાઈ જતા બાળાનું મોત

0
545

શહેરના મોતીતળાવ વિસ્તારમાં સર્જાયેલ વિચિત્ર અકસ્માતમાં માસુમ બાળાનું ઘટના સમયે મોત નિપજયું હતું.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા- મોતીતળાવ રોડ પર મોતીતળાવ વિસ્તારમાં આવેલા ખારના ડેલા પાસે સાંજના સમયે એક દસ વર્ષીય બાળા વનીતા મહેશભાઈ મકવાણા ઘર પારો રમતી હોય તે વેળા રોડના કાંઠે લાંબા સમયથી બંધ હાલતમાં પડેલ ટ્ર્‌ક નં.- જી.જે.૦૧ ૦૦, ૪૦૭૦ ટ્રક અચાનક આપોઆપ રીવર્સમાં ચાલવા લાગતા રોડ પાસે રમી રહેલ બાળા ટ્રકના વ્હીલ (જોટા) તળે આવી જતા ગંભીર ઈજાને લઈને ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું. આ બનાવની જાણ લોકોને થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં.
ઘણા સમયથી બંધ હાલતમાં પડેલ ટ્રક એકાએક રીવર્સમાં ચાલવા લાગતા લોકોમાં ભારે ચર્ચાઓ થવા પામી હતી જો કે સમગ્ર ઘટના અંગે ડી.ડીવીઝન પોલીસ અજાણ રહેવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here