ઓટોમોટિવ કોમ્પોનન્ટ મેન્યૂફેકચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડીયાની દ્વિદિવસીય વેલ્યુ ચેઇન સમિટનો પ્રારંભ

1736

ગુજરાત મેન્યૂફેકચરીંગ હબ સાથે જ ઓટો હબ પણ બન્યુ છે એમ તેમણે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ઓટોમોટીવ કોમ્પોનન્ટ મેન્યૂફેકચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડીયા છઝ્રસ્છ આયોજીત વેલ્યુ ચેઇન સમિટનો પ્રારંભ કરાવતાં વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યુ કે, ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રના રોકાણકારો-ઊદ્યોગકારો માટે એક સંપૂર્ણ ઇકોસીસ્ટમ વેલ્યુ ચેઇન છે.
આ દ્વિદિવસીય સમિટમાં દેશભરના ૪૦૦ ઉપરાંત ઓટોમોટિવ કોમ્પોનન્ટ મેન્યૂફેકચરર્સ અને કાર ઉત્પાદક કંપનીઓ ભાગ લઇ રહ્યા છે. આ સમિટને રાઇટ ટાઇમ ફોર રાઇટ ચોઇસ એટ રાઇટ પ્લેસ ગણાવતાં કહ્યું કે ગુજરાત સરકાર આવી પ્રગતિશીલ વિચારધારા અને સમિટને હંમેશા પ્રોત્સાહન આપે છે.
ભારતની ઓટોમોટીવ મેન્યૂફેકચરીંગ ઇકો સિસ્ટમમાં ગુજરાતનું મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે. રાજ્યમાં કુલ એન્જીનીયરીંગ ઉત્પાદનમાં ઓટોમોટીવ ઇન્ડસ્ટ્રીઝનું યોગદાન ૩.૭ ટકા છે અને ર૦ર૦ સુધીમાં તે વધારીને ૧૦ ટકાએ પહોચાડવા સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યમાં મારૂતિ સૂઝૂકી, ટાટા મોટર્સ, ફોર્ડ, હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર્સ જેવા અગ્રગણ્ય ઓટોમોબાઇલ ઉત્પાદકો અને એપોલો, એમઆરએફ, મેકસીસ, સિયેટ જેવી કંપનીઓ સાથે એન્સીલીયરીઝ ઊદ્યોગ પણ રોજગાર સર્જનમાં મહત્વના છે તેની ભૂમિકા આપી હતી. ગુજરાતમાં ૩૦ ઓટોમોટીવ કલસ્ટર્સ છે તેમજ મોટરકાર ઉત્પાદકોને કુશળ માનવબળ મળી રહે અને સ્થાનિક યુવાધનને રોજગાર પ્રાપ્ત થાય તે માટે મહેસાણામાં જાપાન ઇન્ડીયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેન્યૂફેકચરીંગની સ્થાપના કરી છે. પી.ડી.પી.યુ.માં સિમેન્સ સેન્ટર ઓફ એકસલન્સ કાર્યરત છે તેને ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ બનાવવાનું કાર્ય પણ ગતિમાન છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઓટોમોટીવ કોમ્પોનન્ટ મેન્યૂફેકચરીંગમાં બહુધા સ્જીસ્ઈ ઊદ્યોગોની જે વેલ્યુ ચેઇન છે તેને વેલ્યુ એડીશનમાં પરિવર્તીત કરવાની સંપૂર્ણ ક્ષમતા ગુજરાત ધરાવે છે.
ર૦ જેટલી ક્રિસ્ટલ કિલયર પ્રોત્સાહક પોલિસીઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, સિંગલ વીન્ડો કિલયરન્સ સિસ્ટમ તેમજ સ્જીસ્ઈ યુનિટને જી.આઇ.ડી.સી.માં પ૦ ટકા ઓછી કિંમતે પ્લોટ ઉપલબ્ધ કરાવવા જેવા અનેક પ્રોત્સાહનો ગુજરાત આપે છે. વિજયભાઇ રૂપાણીએ પ્રધાનમંત્રીની મેઇક ઇન ઇન્ડીયાની સંકલ્પના પાર પાડવા ગુજરાતમાં પોતાના એકમો સ્થાપીત કરી પ્રોત્સાહક નીતિઓ, ઝિરો મેનડેયઝ લોસ અને વાયબ્રન્ટ સમિટની સફળતાને પગલે ગ્લોબલ માર્કેટનો લાભ લેવા ઓટોમોટીવ કોમ્પોનન્ટ ઉત્પાદકોને ઇંજન પાઠવ્યું હતું.

Previous articleગુજરાતમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ : પારો ૪૫.૨
Next articleGHCL સામે આંદોલનનો રપમો દિવસ સમાધાન માટે ડે.કલેકટર ડાભી પહોંચ્યા