મહેસાણાઃ દૂધસાગર ડેરીના ચેરમેન વિરૂદ્ધ ગાંધીનગર રજિસ્ટારની લૂક આઉટ નોટિસ

1885

મહેસાણા દૂધ સાગર ડેરીના ઓડિટમા આવેલી ક્ષતિઓ સંબધે અગાઉ વારંવાર લેખિત આપવા છતા ખુલાસો ના કરનાર ડેરીના ચેરમેન અને નિયામક મંડળ સામે ગાંધીનગર રજીસ્ટ્રારે કલમ ૮૫ અંતર્ગત કારણદર્શક નોટીસ કાઢી આગામી ૨૧મી મેના રોજ વકીલ સાથે હાજર થવા આદેશ કર્યો હતો. મહેસાણા દૂધ સાગર ડેરીનું ગત ૧એપ્રિલ,૨૦૧૬ થી ૩૧ માર્ચ,૨૦૧૭ દરમિયાન થયેલા ઓડિટમાં કેટલીક ગંભીર ક્ષતિઓ જણાઇ આવતા અગાઉ સ્પેશયલ ઓડિટર દૂધે ૬૦ દિવસમા ખુલાસો કરવા સૂંચના આપી હતી. પરંતુ આ સંબધે ડેરીના સંચાલકો દ્વારા કોઇ જ ખુલાસો કરાયો નોહતો.જેને પ ગલે બુધવારે ગાંધીનગર રજીસ્ટ્રારે સહકારી કાયદાની કલમ-૮૫ની જોગવાઇ મુજબ કલમ ૮૫ હેઠળ ડેરીના ચેરમેન અને ૬ નિયામક મંડળના સભ્યોને કારણ દર્શક નોટીસ આપવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
જેમાં ઓડિટ રિપોર્ટમાં જણાવવામાં આવેલ ખામીઓ અંગેનો દુરસ્તી અહેવાલ ગત ૨૬ જુનના રોજ રજુ કરવામા આવ્યો હતો.
ઓડિટ રિપોર્ટ આપ્યાના બે માસ કરતા વધુ સમય છતા દુરસ્તી અહેવાલ સંઘ દ્વારા રજૂ ના કરાતા ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૫ના ભંગ બાબતે તેના બચાવમાં જાતે કે વકીલ મારફતે લેખિત કે મૌખિક આધાર પુરાવા રજુક રવા ૨૧મી મેના રોજ બપોરે ૧૨.૩૦ વાગ્યે હાજર રહેવા તાકીદ કરાતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. આ અંગે મહેસાણા જિલ્લા રજીસ્ટ્રાર પ્રતિકભાઇ ઉપાધ્યાયે કહ્યું કે, ગાંધીનગર રજીસ્ટ્રારે કલમ ૮૫ અને કલમ ૯૩ અંતર્ગક કાઢેલી નોટીસ બજવણી અર્થે દૂધ સાગર ડેરીમા મોકલી અપાઇ છે.
દૂધ સાગર ડેરીએ આજના સમાજ યુવક મંડળના નામે ચાલતા એક સાપ્તાહિકમાં જાહેરાત આપી હતી.જે સંબધે સ્પેશ્યલ ઓડિટર દૂધના ધ્યાનમા આવતા હાફ માર્જીન કરી ખોટા ખર્ચ સંબધે ખુલાસો પુછી દૂધ સાગરના ચેરમેન અને એમડીને ડેરીના ડી.પી.રાવ (સિનિયર મેનેજર), એન.પી.સંચેતી (એક્ઝ્યુકેટીવ ડાયરેકટર) અને એન.એસ. ચૌધરી (ઇન્ચાર્જ એમડી) પાસેથી નાણા વસૂલવા સૂંચના આપી હતી.જોકે, આ સંબધે કાર્યવાહી ના થતા ગાંધીનગર રજીસ્ટ્રારે કલમ ૯૩ મુજબ નોટીસ કાઢી આ સંબધે આગામી ૨૧મી મેના રોજ બપોરે હાજર રહેવા આદેશ કર્યો છે.

Previous articleમેડિકલ કોલેજમા આર્યુર્વેદિક ઉદ્યાન બનાવાયું
Next articleરોઝડુ આડુ ઉતરતા રાણપુર APMCના ચેરમેનની કારને અકસ્માત નડ્યો : ઈજા