પાલીતાણામાં નિયમિત ઉભરાતી ગટર, તંત્રના આંખ આડા કાન

1012

પાલીતાણાના વિવિધ વિસ્તારોમાં ગટર ઉભરાય છે પરંતુ નગરપાલિકા પાસે ઉભરાતી ગટર બંધ કરવાનું કોઈ આયોજન નથી જેથી સ્થાનિક રહીશોને ત્યાંથી પસાર થવું મુશ્કેલભર્યુ બને છે. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી પરંતુ તંત્ર આંખ આડા કાન કરે છે. ઉભરાતી ગટરના પાણી શેરી બહાર મેઈન રોડ પર નિકળે ત્યારે જ તંત્ર દોડે છે. કામચલાઉ સફાઈ કરે ત્યારબાદ ત્રણ ચાર દિવસમાં ફરી તે ગટર ઉભરાવવાની શરૂ થતું હોવાનું સ્થાનિકોનું કહેવાનું થાય છે તેમજ નગરપાલિકા પાસે ડ્રેનેજ વિભાગમાં પુરતા પ્રમાણમાં સ્ટાફ ન હોવાનું પણ સંભળાઈ રહ્યું છે. હાલ રમજાન માસનો પ્રારંભ હોય ત્યારે જ પરીમલ વિસ્તાર, તળાવ, પ૦ વારીયા, હાથીધાર જેવા વિસ્તારોમાં ગટર ઉભરાવાની ફરિયાદ દિન-પ્રતિદિન થઈ રહી છે. ઉભરાતી ગટર કાયમીક ધોરણે બંધ થાય તેમ જરૂરી છે તેવું શહેરના નાગરિકો ઈચ્છી રહ્યાં છે.

Previous articleકર્ણાટકના પગલે ગાંધીનગરમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન
Next articleબાર જયોર્તિલીંગની યાત્રા માત્ર ૯ દિવસમાં પૂર્ણ કરી પરત ફર્યા