હૈયાફાટ આક્રંદ-રૂદનથી ગમગીન બન્યું ગામ

933

બપોરના સમયે ખાનગી વાહન મારફતે એક બાદ એક મૃતદેહ સ્મશાનવત્‌ શાંતિ છવાયેલા સરતાનપર ગામે આવેલ ગોદરે લાવવામાં આવતા પ હજારથી વધુ લોકો એકઠા થયા હતા અને લોકોના હૈયાફાટ રૂદનથી સમગ્ર માહોલ ગમગીન બન્યું હતું. સમુદ્ર તટ પર વસેલા સરતાનપર ગામે આજુબાજુના ગામોમાંથી પણ મોટીસંખ્યામાં લોકો દુઃખદ પ્રસંગે સહભાગી થવા આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ થતા સમગ્ર પરિવારમાં ૭૦ વર્ષિય વૃધ્ધ એક માત્ર બચી જવા પામ્યા હોય આ અકસ્માતની ઘટનામાં કાજલબેન ભટુરભાઈ બારૈયા ઉ.વ.૧૮ની આજથી ર માસ પૂર્વે સગાઈ કરવામાં આવી હતી. આ યુવતી ભરજુવાનીમાં ભરખાઈ જતા તેના સ્વજનોએ કાળમીંઢ પથ્થર પીગળે તેવું આક્રંદ કર્યુ હતું. જેના કારણે ભલભલા લોકોની આંખો ભીની થઈ જવા પામી હતી.

Previous articleજનેતા ગુમાવ્યાનો હૈયાફાટ વલોપાત
Next articleભોગ બનેલા લોકોની વ્હારે માનવતા દોડી આવી