જોગીવાડની ટાંકી પાસેના મકાનમાં ચાલતું જુગારધારમાં રેડ : ૮ જબ્બે

941

એલસીબી પીઆઈ મિશ્રાને મળેલ બાતમી આધારે રૂવાપરી રોડ જોગીવાડની ટાંકી પાસેના રહેણાંકી મકાનમાં ચાલતું જુગાર ધામમાં એલસીબી ટીમે રેડ કરી ૮ પત્તાપ્રેમીને રોકડ તથા મોબાઈલો મળી કુલ રૂા.૭૬,૧૮૦ની મત્તા સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રાને મળેલ અતિ ગુપ્ત માહિતી મળેલ કે, કાદરભાઇ રફિકભાઇ ખોખર રહે.મેમણ જમાતખાના સામે, જોગીવાડની ટાંકી, રૂવાપરી રોડ, ભાવનગરવાળા તેનાં મકાને બીજા માળે આવેલ રૂમમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં લાભ માટે નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે.જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં કાદરભાઇ રફીકભાઇ ખોખર ઉ.વ.૨૫, અબુબકરબીન મહંમદભાઇ શેખ ઉ.વ.૬૩, હર્ષવર્ધન હસમુખભાઇ શિહોરી ઉ.વ.૬૮, જીતેન્દ્દકુમાર રતીલાલ વ્યાસ ઉ.વ.૬૨, જનાર્દનભાઇ ભાસ્કરભાઇ ત્રિવેદી ઉ.વ.૬૦, વિજયભાઇ મનસુખભાઇ રામી ઉ.વ.૪૮, કાદરભાઇ ઇસ્માઇલભાઇ પીંજારા ઉ.વ.૬૦, હનીફ અલ્લારખભાઇ શેખ ઉ.વ.૪૪ સહિતના માણસો ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં રોકડ રૂ.૬૪,૬૮૦/-,ગંજીપતાનાં પાના,મોબાઇલ નંગ-૦૯ કિ.રૂ.૧૧,૫૦૦/- મળી કુલ રૂ.૭૬,૧૮૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

 

Previous articleઈંગ્લીશ દારૂની ૭૪૨ પેટી ઝડપાઈ
Next articleકાયમી મેડીકલ સેન્ટરનો પ્રારંભ