બનાસકાંઠામાં સરકારી ઘાસની ટ્રક સળગી

1163

જિલ્લામાં એક સરકારી ઘાસની ગાડીમાં આગ લાગી હોવાંની ઘટના સામે આવી છે. આગ લાગતા એકાએક જ ગાડીમાં રહેલ ઘાસ બળીને ખાક થઇ ગયું હતું. મહત્વનું છે કે અચાનક જ વીજ વાયર અડકતા આ દુર્ઘટના સર્જાઇ હતી. એક જ દિવસમાં જિલ્લામાં ઘાસની આ બીજી ગાડીમાં આગ લાગી હતી.
કાંકરેજ તાલુકાનાં જામપુર પાસેની ઘાસની ગાડીમાં આ એકાએક આગ લાગી હતી. સવારનાં રોજ દિયોદરનાં ભેસાણામાં ઘાસનાં ટ્રકમાં આગ લાગી હતી. સરકાર દ્વારા આપવામાં આવતું ઘાસ સળગવાનો આ બીજો બનાવ છે. ઉલ્લેખનીય છે કે આ ઘાસ ગૌશાળામાં લઇ જવામાં આવી રહ્યું હતું ત્યારે વીજ વાયર અચાનક જ અડકી જતાં આ આગ લાગી હતી.
જો કે આ આગ લાગતાની સાથે જ ત્યાંનાં સ્થાનિકો દોડી આવ્યાં હતાં અને ટ્રકની ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ કાબૂમાં ના આવતા અચાનક જ ફાયર ફાઇટરની ગાડી ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી.

Previous articleગાંધીનગરમાં ટ્રાફીકની વકરતી જતી ગંભીર સમસ્યા
Next articleરાજયમાં કાળઝાળ ગરમી યથાવત : લોકો ત્રાહિમામ