ટ્રેન નીચે ઝંપલાવી યુવાનનો આપઘાત : પોલીસ દોડી ગઈ

0
443

 

ભાવનગર શહેરના નારી ગામ નજીક મહુવાથી ભાવનગર આવતી ટ્રેન તળે અજાણ્યા યુવાને ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ગત મોડી સાંજે મહુવાથી ભાવનગર આવતી પેસેન્જર ટ્રેન નારી ગામ નજીક પહોંચી ત્યારે કોઈ અજાણ્યા યુવાને ટ્રેન તળે ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here