આસિ. ઇજનેર સિવિલની જગ્યાના ઉમેદવારોની નિમણૂંકમા વિવાદ, નિમણૂંક પત્રો નહિ આપતા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

1030

 

રાજ્ય સરકારમા ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. જેમાં કેટલીક જગ્યાઓની પરીક્ષાઓ લેવાઇ ગઇ છે. પરંતુ ક્યાક વિભાગની નિરક્ષરતાના કારણે ઉમેદવારોની નોકરી જોખમમાં મુકાઇ રહી છે. નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભગના અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ ૩ની ખાલી રહેલી ૧૮૪ જગ્યાઓ ભરવા પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ બે પરીક્ષા લેવાઇ ગયા બાદ પણ નિમણૂંક નહિ કરતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.  ઉમેદવારોએ કહ્યુ કે, ગૌણ સેવા મંડળ દ્વારા નર્મદા નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભગના અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ ૩ની ખાલી રહેલી ૧૮૪ જગ્યાઓ ભરવા પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં પહેલી પરીક્ષા ૧૭/૦૯/૨૦૧૭ના રોજ, જ્યારે બીજી કમ્પ્યુટરની પરીક્ષા ૨૧.૦૧.૨૦૧૮ના રોજ લેવાઇ હતી. જ્યારે ૧૨૩ ઉમેદવારોને ૨૧/૨૨. માર્ચ ૨૦૧૮ના રોજ પ્રમાણપત્ર તપાસવા બોલાવ્યા હતા. પરંતુ ત્યારબાદ તમામ ઉમેદવારો આજ કાલમાં કોલ લેટર આવશે તેની કાગ ડોળે રાહ જોઇ રહ્યા હતા. પરંતુ ઉમેદવારોને હાજર થવાના લેટર મોલકવામાં આવતા ન હતા. રાજ્યસરકારના નર્મદા ,જળસંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અધિક ઇજનેરની જાહેરાતની યાદી પ્રસિદ્ધ કરવાની માંગ સાથે ઉમેદવારોએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ કર્યો હતો.

Previous articleખેરાલુના સાગથળા ગામે જૂથ અથડામણ, વિસનગરના DYSP ઘાયલ
Next articleપાલિતાણામાં નકલી બિયારણનો અસલી કારોબાર