રાજુલાના વડ ગામે પર્યાવરણનું સરકાર અને સિંચાઈ વિભાગ દ્વારા રક્ષણ કરવા માંગણી

1522

રાજુલા વડ ગામે પ્રકૃતિ પ્રેમી ભીમબાપુ દ્વારા લાખો આંબા ઉછેરી રોજગારી સાથે પર્યાવરણનું જતન, પર્યાવરણ બચાવવા સરકાર કેરોડો રૂા.નો ખર્ચ કરે છે. વન વિભાગ સાથે નેતાઓ ફોટોશેસન કરી પછી વૃક્ષોનો ઉછેર કેટલો? કાગળ પર જાડ ઉછેરી સરકારને અને જનતાને ઉલ્લુ બનાવાયનો વેધ સવાલ ઉઠવા પામ્યો છે.

રાજુલા તાલુકાના વડ ગામે કાઠી ક્ષત્રિય સમાજ અગ્રણી અને પ્રકૃતિ પ્રેમી ભીમબાપુ બોરીચા દ્વારા વાવેલ ર૦૦ ફુટના અંતરે આંબાનું જતન પીઠુભાઈ બોરીચાની નગરાનીમાં લાખો આંબાના ઉછેર સાથે વૃક્ષમંદીર બનાવાયું છે. જેને જોવું એ પણ એક જીવનનો લાવો છે. મોરારીબાપુની પણ ત્યાં કુટીયા બાંધી આપી છે. વડ ગામમાં કાઠી ક્ષત્રિય સમાજની જ વસ્તી છે. પણ આંબાનું એવું જતન થાય છે કે ખુબ વખણાતી ગીર તલાલાની કેરીને લોકો વડની કેરી લેવાનું પસંદ કરે છે. જયાં બીજા કાઠી દરબારોના આંબાના બાગ બગીચાઓ સરપંચ અજયભાઈ ખુમાણ, ઘુઘાભાઈ ખુમાણ મોટી વડાળવાળા, બાલુભાઈ ધાખડા જેવા અનેક કાઠી ક્ષત્રિયો ભીમબાપુ બોરીચાના વૃક્ષમંદિરની પ્રેરણા લઈ પોત પોતાની વાડીઓમાં પણ વૃક્ષ મંદીર બનાવી રહ્યા છે. તેમજ વડ ગામથી ચારનાળા નેશનલ હાઈવેનું કિલ્લોમીટર સુધી આંબાઓના ઘનઘોર રીતે અને આંબાઓમાં લટ લુમ આવેલ કેરીઓથી પ્રકૃતિ પ્રેમીઓ જોઈને જ થંભી જાય છે. ત્યારે આ વડ ગામથી ભચાદર, ઉચૈયાને સરકાર દ્વારા જીઆઈડીસીના સર્વે કરાયેલ ગામોના ખેડૂતોએ એક વિધો જમીન આપવાની ના સાથે પ્રકૃતિ પ્રેમીઓ રાત દિવસ કુદરતી સોંદર્યને બહાર જોવા જવું જ ન પડે ઉલટા દેશ પરદેશથી લોકો આંબાના બાગ વૃક્ષમંદિરને જોવા ખાસ પધારી ધન્યતા અનુંભવે છે. અને અન્ય ગામોના ખેડુતો પ્રેરણા લે છે. અહીં મીની અન્ન ક્ષેત્ર છે. કાયમી ધોરણે ૧૦૦-૧પ૦ મજુરો અહીં ભોજન કરે છે. અને કેરીની સીઝનમાં મજુરો અહીં જ ધામા નાખી પર્યાવરણનું કાળજી પુર્વક જતન કરે છે. આવા અજોડ પર્યાવરણ મથકનું જતન કરવા સરકાર અને સિંચાઈ વિભાગ યોગ્ય કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

Previous articleક્લીન રાજુલા ગ્રીન રાજુલાનો દરિયા કાંઠેથી થયેલો પ્રારંભ
Next article૧૮ હજાર ફુટ ઉંચાઈએ આઈસ ટ્રેકીંગ કરતી નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ