RTOની લીલીઝંડીથી  ખાનગી ડીલર્સ ઇ-પેમેન્ટ સ્વીકારશે

1849

રાજ્યની આરટીઓ કચેરીઓનુ કામનુ ભારણ ઘટાડવા વિભાગ દ્વારા અનેક પ્રયાસ કરવામા આવી રહ્યા છે. ત્શયારે ગાંધીનગર આરટીઓ કચેરીમાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં કચેરીમાં ટેક્ષ સ્વિકારવામાં આવી રહ્યા છે.

વાહન માલિક નવુ વાહન ખરીદે ત્યારબાદ આરટીઓ દ્વારા ટેક્ષ લેવામાં આવતો હોય છે. ત્યારે હવે ઇ પેમેન્ટ સ્વિકારવાની જવાબદારી ખાનગી ડીલર્સને આપવામાં આવી છે. આજ ગુરૂવારથી શહેરમાં એક ટુ વ્હીલર્સ ડીલરને કામગીરી આપવામાં આવશે.

હાલમાં નવુ વાહન ખરીદવામાં આવે છે ત્યારે વાહનનો ટેક્ષ આરટીઓ કચેરીમાં ભરવો પડતો હોય છે. પરિણામે ક્યાક વાહન માલિક ભૂલી જાય તેવા સમયમાં પેનલ્ટી ભરવી પડતી હોય છે. ત્યારે કચેરી દ્વારા ઇ પેમેન્ટની કામગીરી ડીલરને સોપવામાં આવી છે. જેમાં આજ ગુરૂવારથી પાઇલોટ પ્રોજેક્ટ ધોરણે એક ડીલરને બોલાવવામાં આવ્યા છે. તેમને ઇ પેમેન્ટની કામગીરી સોપવામાં આવશે.

શરૂઆતમાં માત્ર નવા વાહનનો ટેક્ષ સ્વિકારવાનો રહેશે. ત્યારબાદ પ્રોજેક્ટ સફળ થશે તો આગામી દિવસોમાં નવા ડીલરને કામગીરી સોપાવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં વધુ ૩ ટુ વ્હીલરના ડીલર અને ૨ ફોર વ્હીલરના ડીલરને કામગીરી સોપવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

Previous articleદિલ્હીની ટીમ દ્વારા સિવિલમાં અતિકુપોષિત બાળકોનું ઇન્સ્પેક્શન
Next articleહોન્ડા અમેઝ ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી