હોન્ડા અમેઝ ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી

0
941

પ્રીમિયમ કાર્સની અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ) દ્વારા આજે ભારતીય બજારમાં બહુપ્રતિક્ષિત સંપૂર્ણ નવી બીજી પેઢીની હોન્ડા અમેઝ રજૂ કરવામાં આવી હતી. નવા મંચ પર નિર્મિત બીજી પેઢીની અમેઝ ગ્રાહકોને ખુશી આપવા માટે સંશોધન અને વિકાસમાં નાવીન્યતાના હોન્ડાના જોશને સમાવે છે. કાર તેની સંપૂર્ણ નવી બોલ્ડ ડિઝાઈન, આધુનિક અને મોકળાશભર્યું ઈન્ટીરિયર, વધુ કાર્યક્ષમ પાવરટ્રેન, અનન્ય ડ્રાઈવિંગ ગતિશીલતા, આધુનિક ફીચર્સ અને સુરક્ષાની ટેકનોલોજીઓ સાથે પ્રીમિયમ અનુભવ કરતાં એક ક્લાસ ઉપર લઈ જાય છે.

સંપૂર્ણ નવી અમેઝમાં ભારતીય બજારમાં ઉદ્યોગની સૌપ્રથમ ડીઝલ સીવીટી ટેકનોલોજી છે, જે શક્તિશાળી અને આસાન ડ્રાઈવિંગ અનુભવ આપે છે. આ આધુનિક સીવીટી સાથે હોન્ડાનું પ્રથમ ડીઝલ એન્જિન છે અને ભારત આ ટેકનોલોજી લોન્ચ કરનાર પ્રથમ બજાર બની રહેશે.

આ અવસરે બોલતાં હોન્ડા કાર્સ ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના એસવીપી અને ડાયરેક્ટર શ્રી રાજેશ ગોયલે જણાવ્યું હતું કે સંપૂર્ણ નવી અમેઝ ભારતીય ગ્રાહકોની જરૂરતો અને આકાંક્ષાઓને નજર સમક્ષ રાખીને વિકસાવવામાં આવી છે. આ હોન્ડાનું મોટું વચન છે અને અમને વિશ્વાસ છે કે સંપૂર્ણ નવી અમેઝ એચસીઆઈએલના વેપારનો મજબૂત પાયામાંથી એક બની રહેશે. આ મોડેલ સેગમેન્ટમાં નવો રોમાંચ નિર્માણ કરશે અને અમને બજારોમાં અમારા વેપારનું વિસ્તરણ કરવાની તક આપશે.

ભારતીય ગ્રાહકોને આધુનિક ટેકનોલોજીઓ આપવાની અમારી કટિબદ્ધતાની રેખામાં અમેઝ આધુનિક ડીઝલ સીવીટી સાથે આવે છે, જે દુનિયામાં હોન્ડાની પ્રથમ આવી ટેકનોલોજી છે અને ભારતીય બજારમાં ઉદ્યોગમાં પ્રથમ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સંપૂર્ણ નવી બીજી પેઢીની હોન્ડા અમેઝ હોન્ડા આર એન્ડ ડી એશિયા પેસિફિક કં. લિ. ખાતે ભારતીય ગ્રાહકોની જરૂરતો અને આકાંક્ષાઓને પાર જવાના લક્ષ્ય સાથે વ્યાપક બજાર સર્વેક્ષણોને આધારે વિકસાવવામાં આવી છે. ભારત વૈશ્વિક સ્તરે હોન્ડા માટે મુખ્ય બજાર છે. સંપૂર્ણ નવી અમેઝનું લોન્ચ કરનાર આ પ્રથમ દેશ છે.

મોડેલ તેની સ્લીક મજબૂત ડિઝાઈન, ૪ મીટરમાં અદભુત કેબિન અને કાર્ગોની જગ્યા અને આરામદાયક સવારી સાથે અનન્ય ડ્રાઈવિંગ કામગીરી દ્વારા આલેખિત અમેઝિંગ કોમ્પેક્ટ લિમોઝિનની ભવ્ય સંકલ્પના હેઠળ વિકસાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here