હાર્દિક પટેલ મેથળા બંધારાની મુલાકાતે

857

ગુજરાત પાટીદાર અનામત આંદોલનના અધ્યક્ષ તથા પાસ કન્વીનર અને કોંગ્રેસ અગ્રણી હાર્દિક પટેલ તથા અન્ય સભ્યો સાથે તળાજા તાલુકાના મેથળા ગામે માત્ર લોક ભાગીદારીથી બંધાયેલ મેથળા બંધારાની મુલાકાત લીધી હતી.

મિઠા પાણીના બંધારાની મુલાકાતે આવેલ હાર્દિક પટેલએ સેંકડો લોકોના શ્રમદાન પૈકી તૈયાર થયેલ બંધારાનું નિરીક્ષણ કર્યુ હતું ત્યારબાદ ખેડુતોની જાહેર સબાને સંબોધતા જણાવ્યુ હતું કે છેલ્લા ૨૨ વર્ષથી રૂા.૮૦ કરોડની રકમનું બજેટ દર્શાવી ખેડુતોને ગુમરાહ કરનારી સરકારને ગામડાના ખેડુતો તથા જનતાએ ગણતરીના દિવસોમાં સ્વયંભૂ શ્રમ થકી બંધારાનું નિર્મામ કરી પ્રબળ લોક ઈચ્છા શક્તિનો પરિચય આપ્યો છે. આ બંધ થકી ૧૫ હજાર હેકટર જમીનમાં ખેતી શક્ય બનશે સાથો સાથ અગણીત ફાયદાઓ થશે અને સરકારને આડે હાથ લીધી હતી તથા આ બંધારા માટે પાટીદાર સમાજ પાસેથી ૧ લાખનું અનુદાન આપવાની જાહેરાત પણ કરી હતી.

Previous articleટ્રાન્સપોર્ટ એસો. દ્વારા RTOને ઘેરાવ
Next articleઉમણીયાવદર ગામના મહિલા તલાટી મંત્રી પર શખ્સનો હુમલો