પાલીતાણામાં જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મળી

1115

ભાવનગરના પાલીતાણા ખાતે આજે જિલ્લાકક્ષાની કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી, સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, ધંધુકાના ધારાસભ્ય રાજુભાઈ ગોહિલ, ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ડો.હાજી હયાતખાન બલોચ, ભાવનગર જિલ્લા પ્રમુખ પ્રવિણભાઈ વાળા, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયા, પાલીતાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ ગઢવી સહિત જિલ્લાભરના કોંગ્રેસના હોદ્દેદારો ખાસ હાજર રહ્યાં હતા.

પાલીતાણામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત અમીત ચાવડા આવ્યા હોય તેવું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલીતાણા ખાતે રેલ્વે ફાટક ખાતેથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પાલીતાણાના રાજમાર્ગ પર થઈ તળેટી વિસ્તારમાં આવેલી ચેન્નાઈ ધર્મશાળા ખાતે પહોંચી હતી. જ્યાં કોંગ્રેેસ વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારોબારીમાં સંમેલનમાં ભાવનગર જિલ્લામાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબુત બનાવવા તેમજ આગામી દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકોના પ્રશ્નો ઉકેલવામાં સરકારમાં રજૂઆતો કરવા તેમજ સ્થાનિક પ્રશ્નોમાં પ્રજાને સહયોગ આપવાની શીખ પણ આપવામાં આવી હતી અને પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા તળાજા તાલુકાના સરતાનપર ગામના ર૦ લોકોના અકસ્માતમાં મોત થયા હતા. તેઓને શ્રધ્ધાંજલી પાઠવી હતી. કોંગ્રેસમાં ફોટા પડાવવાના હોદ્દેદારોની જરૂર નથી. કોંગ્રેસમાં લોકો વચ્ચે રહેનારા લોકોની જરૂર છે તેવું પરેશભાઈ ધાનાણીએ કોંગ્રેસના હોદ્દેદારોને કાર્યકરોને કીધુ હતુ કે આગામી દિવસોમાં કોંગ્રેસનું મજબુત સંગઠન બનાવવા હાકલ કરી હતી.

Previous articleઉમણીયાવદર ગામના મહિલા તલાટી મંત્રી પર શખ્સનો હુમલો
Next articleલક્ઝરી બસમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપ્યા