દેશભરમાં લોકો સર્વોત્તમ દાણ ફેકટરીમાં માર્ગદર્શન લેવા આવે તેવી અપેક્ષાઓ : ડો. ભારતીબેન શિયાળ

1664

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ. દ્વારા આયોજીત માર્ગદર્શન શિબિર અને દાણ ફેકટરી દર્શન કાર્યક્રમ ત્રીજા દિવસે પધારેલા મહેમાનો દુધ ઉત્પાદકોનું શાબ્દિક સ્વાગત સંઘના જોઈન્ટ મેનેજિંગ ડિરેકટર એમ.પી.પંડ્યાએ કર્યુ હતું અને મંચસ્થ મહાનુભાવોનું પરંપરાગત ફુલહાર, શાહ, વડે સંઘના ચેરમેન કરેલ. આજના કાર્યક્રમમાં અતિથિવિશેષ પદે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, સિહોરનગરપાલિકા પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી, તળાજા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર ધીરૂભાઈ શિયાળ, ડે.કલેકટર પ્રાંત અધિકારી ઝણકાત નિયામક મંડળના સભ્યો હાજર રહેલ. પ્રાંત અધિકારી ઝણકાંત સર્વોત્તમ ડેરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ જીવનમાં વિકાસ કરવો હોય તો પ્રશિક્ષિત થવુ પડે છે સંઘના મેનેજીંગ ડીરેકટર એચ.આર.જોષીએ પોતાની વિશિષ્ટ શૈલીમાં દૂધ મંડળીના ૩૨૦૦થી વધારેની સંખ્યામાં પધારેલા મહિલા સભાસદોને દુધના વ્યવસાય થકી કેવી રીતે સમગ્ર પરિવાર આર્થિક રીતે પગભર થઈ શકે અને ખેતીને બદલે વ્યવસાયને પ્રથમ પ્રાધાન્ય આપી ગ્રામ્ય વિસ્તારમાં જ સુખી થવાના ઉપાયો સુચવ્યા હતા. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે આજના શિબિરના ત્રીજા દિવસે બહેનોની વિશાળ હાજરીને વધાવીને આવી સુંદર વ્યવસ્થા અને પશુપાલકોના હિતમાં સ્થપાયેલ સર્વોત્તમ દાણ ફેકટરી બદલ ચેરમેન મહેન્દ્રભાઈ પનોતને અભિનંદન પાઠવેલ. ભાવનગર જિલ્લાના નહી પરંતુ દેશના લોકો માર્ગદર્શન લેવા માટે અહી આવે તેવી અપેક્ષાઓ છે.

અધ્યક્ષસ્થાનેથી સંઘના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે જણાવેલ કે ૨૦૦૧થી આરંભાયેલી આ શ્વેતક્રાંતીની યાત્રામાં આપ સૌએ જે સહકાર આપ્યા છે. તેના થકી સમગ્ર ભાવનગર જિલ્લાના પશુપાલકો અને ખેડુતોને નવી આશા જાગી છે.  આગામી ૨૦૨૨ સુધીમાં દુધનું ઉત્પાદન અને તેના થકી ત્રણ ગણો આર્થિક વિકાસ પશુપાલકોનો કરવો છે તેવી નેમ જાહેર કરી હતી. જેવી રીતે ‘અમૂલ’પેટર્નથી ભારતનું નામ સમગ્ર વિશ્વમાં દુધ ક્ષેત્રે રોશન છે. એવી જ રીતે સર્વોત્તમ ડેરીના તમામ પશુપાલકો દુધના વ્યવસાયને વૈજ્ઞાનિક ઢબો વિકસાવાશે તો આવતા દિવસોમાં જિલ્લાના તમામ ગામડાઓમાં લોકોનું જીવનધોરણ ખરા અર્થમાં સુધરશે. તેની ખાત્રી છે.

Previous articleઢસા ખાતે પ્રાથમિક જરૂરિયાતનાં પ્રશ્નો ઉકેલવામાં તંત્ર નિષ્ફળ
Next articleચોરી થયેલ બાઈક સાથે નિર્મળનગરનો શખ્સ ઝડપાયો