ચોરી થયેલ મોટરસાયકલ સાથે કંટાળા ગામનો શખ્સ ઝડપાયો

1048

ઘોઘા તાબેના કંટાળા ગામેથી બે વર્ષ પૂર્વે ચોરી થયેલ મોટરસાયકલ સાથે કંટાળા ગામના શખ્સને એસઓજી ટીમે સાણોદરના પાટીયા પાસેથી ઝડપી લીધો હતો.

ભાવનગર એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા અને નિતિનભાઇ ખાટાણાને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે તળાજા રોડ, સાણોદર ગામના પાટીયા પાસેથી આરોપી મુકેશભાઇ બાલાભાઇ જાંબુચા ઉ.વ.૩૫ રહેવાસી ગામ કંટાળા તા. ઘોઘા જી.ભાવનગરવાળાને હિરો-હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર વગરનું કિ.રૂ઼ ૧૫,૦૦૦/- સાથે ઝડપી પાડવામાં આવેલ અને મજકુર પાસે સદર મોટર સાયકલના કોઇ  આધાર પુરાવા ન હોવાથી મોટર સાયકલ કબ્જે કરવામાં અને મોટર સાયકલના એન્જીન, ચેચીસ નંબર ઉપરથી પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી ખરાઇ કરતા મોટર સાયકલનો રજીસ્ટ્રેશન નંબર જીજે ૪ બીબી ૩૫૩૧નો હોવાનું જણાઇ આવેલ અને મો.સા. બે વર્ષ પહેલા ઘોઘા તાબેના કંટાળા ગામથી ચોરી થયેલ હતું અને મો.સા. ચોરી બાબતે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. થયેલ. મજકુર સામે ધોરણસર કાર્યવાહી કરી ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી એ.એસ.આઇ. જી.પી.જાની, હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા, નિતિનભાઇ ખટાણા, સોહિલભાઇ ચોકીયા, અતુલભાઇ ચુડાસમા જોડાયા હતા.

Previous articleવિદ્યાદીપ વિમા યોજના અંતર્ગત પ૦,૦૦૦નો ચેક અર્પણ કરાયો
Next articleપેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે સિહોરમાં યુથ કોંગ્રેસની આક્રોશ રેલી