સે. ર૪ માં ઘરમાં ઘુસી ચાર શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો

1078

સેક્ટર-૨૪ સ્થિત ઇન્દિરા નગરના મકાન પર કબજો જમાવવા માટે ચાર શખસોએ મકાનમાં રહેતા પરિવારના સભ્યો પર હુમલો કરતા બનાવમાં પિતા પુત્રને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડતાની સાથે જ હુમલો કરનાર શખસોએ મકાનમાં ઘુસી તેના પર કબજો જમાવી લીતા ઘર હોવા છતા ઇજાગ્રસ્ત પરિવાર બેઘર બની ગયો છે.

આ મામલો પારીવારીક છે. હુમલો કરનાર શખસો રાજસ્થાન રહે છે. તેઓનો દાવો છે કે, મકાન તેમના દિકરાનું છે. જ્યારે સામાપક્ષે દાવો કરવામાં આવ્યો છે કે, દિકરાની વહુ અને પોતાની બહેને આ મકાનનું વસિયત નામું મૃત્યુ પુર્વે તેઓના નામે કરી દીધુ હતું. વહુના મોત બાદ રાજસ્થાન ખાતે રહેતા સાસરિયાઓએ મકાન પર પોતાનો હક્ક હોવાનો દાયો કર્યો હતો. અત્યારે છતે મકાને ઇજાગ્રસ્ત પિતા પુત્ર ઘરની બહાર આશરો લઇ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ઇન્દિરાનગર છાપરામાં આવેલા મકાનમાં રહેતા ઉકાજી ભીમાજી બાવરી પર ગત બુધવારના રોજ રાજસ્થાનથી આવેલા કેટલાક શખસોએ હુમલો કર્યો હતો. આ બનાવમાં ઉકાજી તથા તેના પુત્ર તેનાજીને ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉકાજી મુળ રાજસ્થાનના છીંદવાડાના વતની છે. તેઓ વર્ષોથી ગાંધીનગર સ્થાયી થયા છે.

બનાવ અંગે તેઓએ પોતાની બહેનના સાસરી પક્ષના પદમાજી બાવરી, તેજાજી બાવરી, ડુંગરજી બાવરી તથા ગંગારામ બાવરી વિરૂધ્ધ સેક્ટર-૨૧ પોલીસ મથકમાં મારમાર્યાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ પાછળ ઉકાજી જે મકાનમાં રહે છે તે મકાન બાબતનો ડખ્ખો ચાલે છે. આ મકાન ઉકાજીના બહેન ખેતીબેનનું હતું. તેઓ ૧૯૮૯માં રાજસ્થાનથી ગાંધીનગર સ્થળાંતર થયા હતા. ત્યારબાદ ખેતુબેનના પતિનું અવસાન થયુ હતું. ઉકાજી પણ પોતાની બહેન ખેતુજીની બાજુમાં જ રહેતા હતા. બનેવીના અવસાન બાદ ખેતુબેનનું તમામ પ્રકારનું ભરણપોષણ ભાઇ ઉકાજી કરતા હતા. તાજેતરમાં ખેતુબેનનું મૃત્યુ નીપજ્યુ હતું. જેના કારણે તેઓ ખેતુબેનના ઉપરોક્ત ઘરે રહેવા આવ્યા હતા. ઉકાજીનો દાવો છેકે, પોતાની બહેન ખેતુબેને મૃત્યુ પુર્વે આ મકાન પોતાના પુત્ર તેજાજીના નામે વસીયત નામુ કરી આપ્યુ હતું. અત્યાર સુધી ખેતુબેનની સારસંભાળ રાખવામાં પાછીપાની કરનાર સાસરીપક્ષના સભ્યો ખેતુબેનનું મૃત્યુ થતા મકાન પર પોતાનો દાવો કર્યો હતો.

આ મામલે બંને પરિવાર વચ્ચે ઘણા સમયથી રકઝક ચાલતી હતી. દરમિયાન ગત બુધવારે વહેલી સવારે ઉપરોક્ત શખસો ગાંધીનગર ધસી આવ્યા હતા અને તેઓએ ઉકાજી અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતાની સાથે જ ઉપરોક્ત શખસોએ મકાન પર કબજો કરી લીધો હતો. જેના કારણે ઉકાજી અને પરિવાર છતે ઘરે બેઘર બની ગયા છે. આ મામલે પોલીસે ઉકાજીની મારમાર્યાની ફરિયાદના આઘારે અટકાયતી પગલા લીધા છે. પરંતુ ઘરમાં ઘુસી ગયેલા શખસો મામલે સિવીલ મેટર બનતી હોય પોલીસ આ પ્રકરણથી દુર રહી છે.

Previous articleપોરબંદરના તોફાનો કેસમાં ૩૨ વિરૂધ્ધ આખરે ફરિયાદ
Next articleરાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ગુજરાતની મુલાકાતે