રાજુલા ખાતે આયોજીત ભાગવત કથામાં રાજ્યના મંત્રી, પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યાં

0
605

 

રાજુલા લાખણોત્રા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત કથામાં શાસ્ત્રીજીએ હિન્દુ સંસ્કૃતિના રખેવાળોને પ્રોત્સાહિત કરો. ગાય માતાના કતલખાના બંધ કરાવો મંત્રી વાસણભાઈ આહિર, હિરાભાઈ સોલંકીનો સંતોના સન્માન સમારંભ સાથે ચાબખા વિજયા ક્ષત્રિયો, આહિર રાજપુતો આગળ આવે, માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂની હાજરી રહી હતી.

રાજુલા બાલક્રિષ્ના વિદ્યાપીઠ ખાતે ચાલતી જે.બી. લાખણોત્રા પરિવાર દ્વારા ચાલતી ભવ્યાતિભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે શાસ્ત્રી રણછોડભાઈ આચાર્ય આજે રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિર, માજી સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ, કાતર દરબાર દાદબાપુ વરૂ તેમજ સંતો-મહંતોની વિશાળ હાજરીમાં દરેક જ્ઞાતિના આગેવાનો દરેક રાજકિય પક્ષના નેતાઓને ચાબખા વિંજયા જેમાં શાસ્ત્રીજીએ કહેલ કે હાલના સમયે લુપ્ત થતી હિન્દુ સંસ્કૃતિના રખેવાળ મુળભુત બ્રાહ્મણો અને બારોટો છે. જે રાત દિવસ એક ભાગવત રામાયણ કે શિવપુરાણની પોથી અને બારોટ સમાજના પરીયાદેવ પોથીનું જતન કરી સમાજને ગેરમાર્ગે જતાં સમાજને ધર્મ પારાયણ બનાવે છે તે હિન્દુ સંસ્કૃતિના રખેવાળનું તેમજ ગાય માતાના કતલખાના બંધ કરાવવા કાઠી ક્ષત્રિયો, આહિરો, અરે ૩૬ શાખાના ક્ષત્રિયો આગળ આવે ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી વાસણભાઈ આહિરે શાસ્ત્રીજીની વાતમાં પોતાનો સુર પુરાવી કોઈપણ જાતનું ભાષણ કર્યા વિના હિન્દુ સંસ્કૃતિના જ વિષય ઉપર કૃષ્ણગીત ગાયને સાબીત કર્યુ. આ તકે માજી સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી, માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ, કાતર દરબાર દાદબાપુ વરૂ તેમજ રાષ્ટ્રની ચોથી જાગીર મિડીયા જગતના પ્રેસ પ્રતિનિધિ અમરૂભાઈ બારોટનું જે.બી. લાખણોત્રાભાઈએ યાદગાર સંભારણું શીલ્ડ અને શાલ દ્વારા સન્માનિત કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here