ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા : ૧ ફરાર

0
462

શહેરના ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં દારૂની હેરફેર કરતા બે ઈસમોને એલસીબી ટીમે પુર્વ બાતમી આધારે વોચમાં રહી ઈંગ્લીશ દારૂ અને કાર સાથે ઝડપી લીધા હતાં. જયારે ૧ ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો.

ભાવનગરએલ.સી.બી સ્ટાફનાં માણસો વહેલી સવારથી ભાવનગર સીટી વિસ્તારમાં પ્રોહી. અંગે પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન બોરડીગેટ પોલીસ ચોકી પાસે આવતાં પો.કોન્સ. ચંદ્રસિંહ વાળાને બાતમી રાહે હકિકત મળેલ કે, અસ્લમ મહંમદહુસૈન પરમાર રહે.ધોબી સોસાયટી, ભાવનગર તથા સંજય જયંતિભાઇ પરમાર રહે.પીલગાર્ડન સામે, ભાવનગર તથા ભદ્રેશ અરવિંદભાઇ ગોહેલ રહે. ખેડૂતવાસ,ભાવનગરવાળા ત્રણેય મળી અગાઉ ઇંગ્લીશ દારૂનાં ગુન્હાઓમાં પકડાય ગયેલ જયેશ ભાણજીભાઇ મકવાણા રહે.શિહોરવાળા પાસેથી પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇ ફોર્ડ ફિયાસ્ટા કાર રજી. નં.જીજે -૦૧- એચ.પી ૬૫૨૨ માં લઇ શાળા નં.૭નાં ખાંચામાં, ઉ.કૃષ્ણનગર, ભાવનગર આવવાનાં છે.તેઓ ઇંગ્લીશ દારૂની હેરફેર કરવાનાં છે. જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ વોચમાં રહેતાં ઉપરોકત વર્ણનવાળી કાર આવતાં  ઉભી રખાવતાં કાર ચાલક અસ્લમ મહંમદહુસૈન પરમાર રહે.ધોબી સોસાયટી, ભાવનગરવાળા કાર આગળ હંકારી જઇ કાર મુકીને નાસી ગયેલ. પરંતુ કારમાં બેસેલ  સંજય જયંતિભાઇ પરમાર ઉ.વ.૨૯ રહે.પીલગાર્ડન સામે, ભાવનગર તથા ભદ્રેશ અરવિંદભાઇ ગોહેલ ઉ.વ.૨૬ રહે.કવાટર્સ નં.૪૫,મ્યુનિ. કવાટર્સ, ખેડૂતવાસ,ભાવનગર વાળાને પકડી લેવામાં  આવેલ. તેઓનો કારની જડતી તપાસ કરતાં કારમાંથી  બોટલ નંગ-૧૨૦ ભરેલ કુલ પેટી નંગ- ૧૦ મળી આવેલ.તેની કિ.રૂ.૩૬,૦૦૦/- તથા કાર કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૩૭,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ.જે બંને આરોપીઓને ધોરણસર અટક કરેલ.જે તમામ  વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન માં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ. આ કામગીરીમાં ભાવનગર, એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા ની સુચના હેઠળ સ્ટાફ નાં વનરાજસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, રાકેશભાઇ ગોહેલ,જગદેવસિંહ ઝાલા,ચંદ્રસિંહ વાળા, ભયપાલસિંહ ચુડાસમા, જયેન્દ્રસિંહ રાયજાદા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here