રાજકોટ ખાતે વાણંદ સમાજ દ્વારા યુવા પસંદગી મેળો યોજાયો

0
1029

ઋષીવંશી સમાજ સેવા સંઘ દ્વારા રાજકોટના અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ હોલ ખાતે તા. ર૬-પ શનિવારના રોજ ઋષીવંશી-વાળંદ સમાજનો નિઃશુલ્ક જીવનસાથી પરીચય અને પસંદગી સમારોહ યોજાયેલ જેમાં ૧૦૦૦થી વધુ યુવક-યુવતિઓએ ભાગ લેતા કાર્યક્રમ સફળતાપુર્વક સંપન્ન થયેલ. આ પ્રસંગે વેબસાઈટ લોંચ કરાઈ હતી. જેમાં ગમે ત્યારે યુવક-યુવતિ રજીસ્ટ્‌્રેશન કરાવી શકે છે. આ વેબસાઈડ પક્ષ નિઃશુલ્ક છે. સફળ કાર્યક્રમમાં ઋષીવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના પ્રમુખ હેમરાજભાઈ પાડલીયા તેમજ મુંબઈ, સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા સહિત સમગ્ર ગુજરાતમા ઋષીવંશ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સફળ આયોજન બદલ ભામાશા હેમરાજભાઈ પાડલીયા તથા રતીભાઈ સુરાણી અને તેની ટીમને અભિનંદન પાઠવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here