ત્રણ સંતાનની માતાને ગળા પર છરી રાખી બંધ રૂમમાં ૧૨ નરાધમોએ  દુષ્કર્મ કર્યું

0
839

પાલનપુર તાલુકાનાં ગઢ ખાતે બે માસ અગાઉ ત્રણ સંતાનની માતાને પોતાનાં ફોઈ સાસુનાં દીકરા તેમજ તેની સાથે અન્ય ત્રણ શખ્સો મોટર સાયકલ લઇને આવી પાણી માગી મહિલાના ગળા ઉપર છરી રાખી અપહરણ કરીને કાતરા ગામે એક ઓરડીમાં લઈ જઈને સામુહિક દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી છે. જે અંગે આ ત્રણ સંતાનની માતાએ ગઢ પોલીસ મથકે સોમવારે ૧૨ શખ્સો વિરુધ્ધ સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

ગઢ ખાતે રહેતી એક ત્રણ સંતાનની માતા ગત તા.૨૦ માર્ચના રોજ બાળકો સાથે ઘરે હાજર હતી અને તેનાં પતિ મુંબઈ હતાં. તેનાં સાસુ સસરા તેનાં ઘરથી દૂર સુઇ રહ્યાં હતાં. તે વખતે રાત્રીનાં આશરે દસ વાગ્યાના સુમારે તેનાં બાળકો સાથે સુઇ ગઇ હતી. તે વખતે તેની ફોઇ સાસુનો દીકરો કિરણભાઈ હરિભાઈ કાપડી, વિપુલભાઈ મફાભાઈ ડેરિયા, સંદીપકુમાર મફાભાઈ ડેરીયા અને કૃણાલભાઈ રઘાભાઈ ગામી (ચારેય રહે. મડાણા(ગઢ)) બે બાઇક લઇને આવી આ કિરણભાઈ મારી ફોઇ સાસુનો દીકરો થતો હોય તેણે પાણીનો લોટો માંગ્યો હતો.

જયાં ઘરમાંથી લોટો લઇને બહાર આવતાં કિરણભાઇએ લોટો ફેંકી દઈને મોઢું દબાવી ગળા ઉપર છરી રાખી ધમકી આપી બાઇક ઉપર જબરજસ્તી બેસાડી આ ચારેય કાતરા ગામ તરફ લઇ ગયા હતા. જ્યાં એક ઓરડીમાં લઇ જઇ જ્યાં ઓરડીમાં મોંઢે બાંધેલ આઠ અજાણ્યા શખ્સો ત્યાં બેઠેલ હતાં. જ્યાં પહેલાં બાઈક લઈને આવેલ ચાર શખ્સોએ વારા ફરતી દુષ્કર્મ ગુજાર્યો હતો. જે ચાર પૈકીના સંદીપભાઇએ આશરે અઢી તોલાની સોનાની ચેઇન લઇ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here