ઉનાળાની ગરમીથી બચવા વધુ વૃક્ષો વાવો ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠનો લોકોને અનુરોધ

0
626

પર્યાવરણ ક્ષેત્રે ભાવનગર શહેરમાં છેલ્લા સાત વર્ષથી સતત કાર્યશીલ એવી ગ્રીનસીટી સંસ્થાના દેવેનબાઈ શેઠએ લોકોને અનુરોધ કર્યો હતો કે દર વર્ષે વધતી જતી ગરમીથી બચવા વધુમાં વધુ વૃક્ષરોપણ અજે એનો ઉપાય છે. વિકાસના નામમે જ્યારે એક બાજુ સરકાર દ્વારા લાખો વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યુ છે. ત્યારે દરેક નાગરીકની ફરજ બને છે કે પોતાના આંગણમાં ચોમાસા દરમિયાન વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરી તેને ઉછેરવામાં આવે સરકાર દ્વારા રસ્તા પહોળા કરવા અસંખ્ય વૃક્ષોનું નિકંદન થઈ રહ્યુ છે તેની જગ્યો બીજા નવા વૃક્ષો વાવવાનું કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યુ નથી. ત્યારે સરકારે પણ આ બાબતમાં જાગૃતિ દેખાડવાની જરૂર છે. ફક્ત મોટા આંકડા દેખાડવાના મોહમાં મોટી સંખ્યામાં માત્ર વૃક્ષારોપણ કરી છટકી જવાને બદલે તે વૃક્ષોના ઉછેર માટે પણ પુરતી વ્યવસ્થા અને કાળજી લેવાની જરૂર છે. ફક્ત ‘પર્યાવરણ બચાવો’ ૭ના સુત્રો વહેતા મુકવાથી પર્યાવરણની રક્ષા થવાની નથી. માનવજીવન માટે ખતરારૂપ બની રહેલ પર્યાવરણ માટે જો અત્યારથી જ કોઈ ગંભીર પગલા લેવામાં નહિ આવે તો નજીકના ભવિષ્યમાં જ માનવજીવન દુષ્કર બની જશે. આ માટે સૌએ સાથે મળીને પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન કરવો પડશે. અને આ કામ ફક્ત સરકારનું પણ નથી લોકોએ પણ પુરી ધગશથી પોતાનું યોગદાન આપવુ પડશે એમ દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું.

ગ્રીનસીટી સંસ્થા આ માટે છેલ્લા સાત વર્ષથી ખુબજ મહેનત કરી રહી છે અને અત્યાર સુધીમાં ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૭૦૦૦ જેટલા વૃક્ષો ટ્રી-ગાર્ડ સાથે નાખી તેનો ઉછેર કરી રહી છે હજુ ગયા વર્ષે જ એરપોર્ટ રોડ પર જોગર્સ પાર્ક પાસે નાખવામાં આવેલ ૨૧ ગુલમહોરમાંથી ઘણા બધા વૃક્ષોમાં ફુલો પણ આવવા માંડ્યા છે. આજ ગ્રીનસીટીની મહેનતનું જીવતુ જાગતુ ઉદાહરણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here