ભાવનગર ઓપન ચેસ. ટુર્ના.માં ચેમ્પિયન થતો હિતેન મકવાણા

1193

કુંભારવાડામાં અતિપછાત વિસ્તારમાં આવેલ શાળા નં. પરના ૬ વિદ્યાર્થીઓએ ભાવનગર ઓપન ચેસ ટર્નામેન્ટમાં ભાગ ખુબ જ સારો દેખાવ કરેલ છે. તેમાંથી અંડર ૧૭માં મકવાણા હિતેન (મી.યોગી) ચેસ  ચેમ્પિયન થયેલ અને મકવાણા ભાર્ગવ ચોથા ક્રમે આવી શાળાનું નામ રોશન કરેલ છે. ચેસમાં શાળાના શિક્ષક ભગીરથભાઈ બાળકોને સતત માર્ગદર્શન આપે છે. ઓપન ચેસ ટર્નામેન્ટમાં સારા દેખાવ કરવા બદલ ચેરમેન નિલેષભાઈ રાવલ, શાસનાધિકારી જિગ્નેશભાઈ ત્રિવેદી, પ્રભારી કમલેશભાઈ ઉલવા અને આચાર્ય ઝુબેરભાઈ કાઝીએ અભિનંદન પાઠવેલ છે.

Previous articleકમલમ્‌ ખાતે લોકસભાની આગામી ચૂંટણીને લઈને ધમધમાટ : બેઠકોનો દોર
Next articleરાણપુરમાં અનિયમિત અપાતા પીવાના પાણી ને લઈને પાણી પુરવઠા સામે લોકોમાં રોષ