ઘરફોડ ચોરીમાં સગીર સહિત બેને ઝડપી લેતી એલસીબી ટીમ

1184

શહેરના શાસ્ત્રીનગર બસ સ્ટેન્ડ પાસેના બંગલામાંથી છ દિવસ પહેલા વસીમ ઉર્ફે લાંધાએ ચોરી કરેલ જે મુદ્દામાલમાંથી સગીર સહિતને સાથીદારોને વાપરવા આપેલ મુદ્દામાલ સાથે એલસીબી ટીમે બાતમી આધારે બન્નેને વડવા નેરા વિસ્તારમાંથી ઝડપી લીધા છે.  ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર,વડવા નેરા મા આવતાં પો.કો. ભીખુભાઇ બુકેરા તથા સત્યજીતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,વડવા નેરા,સીમલા પાન પાસે મોઇનખાન જાહીદભાઇ ઉસ્માનભાઇ પઠાણ તથા તેની સાથે રહેલ સગીર રહે.બંને માઢીયા ફળી,ભાવનગરવાળાઓ પોતાની પાસે શક પડતો ચોરાઉ મુદ્દામાલ રાખેલ છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ સગીર પાસેથી ચાંદીની લંબગોળ આકારની જ્યોર્જ કિંગ એમ્પોરીયમ ૧૦ ગ્રામ સિલ્વર ૯૯૯ લખેલ લગડી-૧ કિ.રૂ.૫૦૦/- તથા લંબચોરસ આકારની કળશ આકૃતિવાળી શ્રીજી લખેલ ૫ ગ્રામની લગડી-૧ કિ.રૂ.૩૦૦/-,તેનાં ખિસ્સામાંથી રૂ.૫૦૦/-ના દરની રદ થયેલ ભારતીય ચલણની નોટો નંગ-૪ તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૧,૦૦૦/- તથા મોઇનખાન જાહીદભાઇ ઉસ્માનભાઇ પઠાણ ઉ.વ.૧૯ રહે.વડવા, માઢીયાફળી, બોરડી પાસેના કબ્જામાંથી રૂ.૧૦/-નાં દરની ચલણી નોટો નંગ-૧૦૦ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૮૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં સીપીસી કલમઃ-૧૦૨ મુજબ શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. આ બંનેની પુછપરછ કરતાં આજથી આશરે છ એક દિવસ પહેલા શાસ્ત્રીનગર બસ-સ્ટેન્ડની સામે આવેલ એક બંગલા પાસે તેનાં મિત્ર વસીમ ઉર્ફે લંઘાનાં કહેવાથી તેને ઉતારી દીધેલ.જેણે અંદર જઇ ચોરી કરી બહાર આવતાં ત્રણેય જણાં એક્ટીવામાં બેસી વડવા નેરામાં આવેલ.આ વસીમ એક થેલીમાંથી રોકડા રૂપિયા તેમજ ચાંદીના સિક્કા ભરેલ હતાં.તેમાંથી બંનેને બે ચાંદીના સિક્કા તથા રૂ.૧,૦૦૦/-વાપરવા માટે આપેલ  હોવાની કબુલાત કરેલ.આ મો.સા. ચોરી અંગે નિલમબાગ પો.સ્ટે.માં ફરીયાદ દાખલ થયેલ.

Previous articleસુભાષનગર સ્મશાન પાસે આઈશર-બાઈકનો અકસ્માત
Next articleએક શિક્ષકનું અનોખુ અભિયાન નિકોટીન મુકત ભારત નિર્માણ