આડોડીયાવાસના મકાનમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

1256

શહેર કુખ્યાત એવા આડોડીયાવાસ વિસ્તારનાં રહેણાંકી મકાનમાં ઘોઘા રોડ પોલીસે પુર્વ બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. જયારે બુટલેગર હમેશાની જેમ ફરાર થવામાં સફળ રહ્યો છે.

ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ઇશરાણી તથા પોલીસ સ્ટાફના પો.સબ.ઇન્સ ચુડાસમા  એ.એસ.આઇ એમ.એમ.મુનશી, હેડ કોન્સ ડી.આર.ચુડાસમા, પો.કોન્સ કિર્તીસિંહ રાણા, જયદિપસિંહ જાડેજા, ફારૂકભાઇ મહિડા, ખેંગારસિંહ ગોહિલ, ઇમ્તીયાઝખાન પઠાણ, ચિંતનભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ ગોહિલ વિ. પો.સ્ટાફના માણસો પો.સ્ટે. હાજર હતા દરમ્યાન ફારૂકભાઇ મહીડા , ચિંતનભાઇ મકવાણાની સયુકત બાતમી આધારે તિલકનગર આડોડીયાવાસમાં રહેતા નિતેષભાઇ ક્રિપાલભાઇ પરમાર રહે.આડોડીયાવાસ ભાવનગરવાળાના રહેણાંક મકાને  રેડ કરતા પરપ્રાતીય બીયર ટીન તથા ઇગ્લીશ દારૂ ની બોટલો મળી આવેલ જેમા બીયર ટીન નંગ ૨૬૪ કિ.રૂા.૨૬,૪૦૦/- તથા ૭૫૦ એમ એલ ની કંપની સીલપેક બોટલો નંગ-૧૬૮ કિ.રૂા.૫૦,૪૦૦/-  કુલ કિ.રૂા.૭૬,૮૦૦/- નો મુદામાલ મળી આવેલ અને રેઇડ દરમ્યાન મજકુર નિતેશભાઇ ક્રિપાલભાઇ પરમાર જાતે આડોડીયા હાજર નહિ મળી આવતા તેના વિરુધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ.

Previous article૧૪ જૂનથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવઃ કેબિનેટની બેઠકમાં આખરી ઓપ અપાશે
Next articleભગાતળાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૯ ગેમ્લબરો ઝડપાયા