ભગાતળાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૯ ગેમ્લબરો ઝડપાયા

0
830

શહેરના ભગાતળાવ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં નવ ગેમ્બલરોને એસઓજી ટીમે બાતમી રાહે રેડ કરી રોકડ સહિતની મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારને મળેલ બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. પોલીસે ભગાતળાવ અંબિકા ભુવનવાળા ખાંચામાં જુગાર રમતા નવ  ગેમ્બલરો જગતભાઇ બીપીનભાઇ મહેતા , યુનુસભાઇ અબેદભાઇ અમુદી, જૈનુદીનભાઇ મોહસીનભાઇ કપાસી, અબ્ઝલભાઇ સતારભાઇ ધોલીયા, મહેબુબભાઇ સતારભાઇ મંસુરી, રાજેન્દ્રભાઇ ગોવિંદભાઇ પરમાર , અબ્દુલકાદર અલીભાઇ યમની, યુસુફભાઇ કાદરભાઇ હમદાણી, કાદરભાઇ ઇસ્માઇલભાઇ પીંજારા રહે. તમામ ભાવનગર વાળાઓને રોકડ રૂપિયા ૬૦,૪૦૦/- તથા મોબાઇલ ફોન-૭ તથા ગંજીપાના મળી કુલ રૂપિયા ૬૯,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી. પરમાર, આસી.સબ.ઇન્સ. જી.પી. જાની, હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ, જગદીશભાઇ મારૂ, બલવીરસિંહ જાડેજા,પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા, હરેશભાઇ ઉલવા તથા અતુલભાઇ ચુડાસમા, શરદભાઇ ભટ્ટ જોડાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here