સર્વોત્તમ ડેરી આયોજિત મહિલા માર્ગદર્શન શિબિરનું સમાપન

2033

સર્વોત્તમ ડેરી આયોજિત મહિલા માર્ગદર્શન શિબીર અને દાણ ફેકટરી દૃશન કાર્યક્રમના સાતમાં દિવસે પ્રશિક્ષણ માટે પધારેલા ૧૦૦ જેટલી  મહિલા દુધ મંડળીઓના સભાસદો અને કાર્યવાહકો વિગેરેએ આ શિબિરના અંતિમ પડવા પછી આ જીલ્લામાં સાત દિવસીય શિબિરના અંતિમ દિવસે ચીલાચાલુ પશુપાલન કરતાં આજના સમય પ્રમાણે ટેકનોલોજીના યુગમાં આધુનિક પશુપાલન કરી ખોટા ખર્ચા ઘટાડીને વધારે નફો કઈ રીતે થાય તે નકકી કરે તે આ શિબીરની ફળશ્રુતિ ગણાય.

પોષણયુકત સર્વોતતમ દાણના ઉયોગથી વધુમાં વધુ દુધ મેળવી પશુનું આરોગ્ય પોતાના પરિવારનું ઉત્કૃષ્ટ આર્થિક સ્થાન ઉભું કરનાર દુધ ઉત્પાદન એવા ડો. સાવિત્રીબેન રામસંગભાઈ ચાવડાએ જણાવેલ કે અમો ૩ ભાઈ-બહેનોને ડોકટર બનાવ્યા છે. જે સર્વોત્તમ ડેરીની ઝુંબેશને આભારી છે અને ભરતભાઈ ગોદડજીભાઈ દોરીલાએ જણાવેલ કે જેના ઘરે કાળી તેના ઘરે રોજ દિવાળી શિક્ષક હોવા છતાં હું પોતે ભેંશો દોહીને પશુપાલન કરૂ છું. સર્વોતતમ દાણના ઉપયોગથી ઢોર તંદુરસ્ત રહે છે.

સાત દિવસીય મહિલા માર્ગદર્શન શિબિરના સાતમાં દિવસે વિશાળ જનમેદની વચ્ચે પશુને દાણ આપી સારામાં સારૂં દુધ ઉત્પાદન લેનાર જિલ્લાની ચાર વિશિષંટ મંડળી ૧. સાતનેસડા-મ દુધ મડળી, ર. રાજગઢ-મ દુધ મંડળી ૩. લુણધરા-મ દુધ મંડળી, ૪. જુના રતનપર દુક મંડળીઓને પુરસ્કૃત  કરાઈ હતી. આ ચાર મંડળીઓએ સર્વોતતમ દાણનો વપરાશ સારામાં સારો કરેલ છે.

Previous articleપાલીતાણાની તમામ બેંકો હડતાલમાં જોડાતા કરોડોનો વ્યવહાર ઠપ્પ થયો
Next articleબેંક કર્મચારીઓ દ્વારા બે દિવસીય હડતાલનો આરંભ