યુવાનની હત્યા કરનાર શખ્સની પોલીસે સત્તાવાર ધરપકડ કરી

1721

મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે રહેતા ભાઈ-બહેનને સુંદરનગર (વાઘનગર) યુવતી જોવાના બહાને બોલાવી બન્નેને સાંકળ બાંધી ભાઈની કરપીણ હત્યા કરી લાશને સીમમાં બાવળની કાંટમાં ફેંકી દીધાની મૃતકની બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તુરંત જ આરોપીને ઝડપી લઈ પુછપરછ હાથ ધરી હતી. જ્યારે આજરોજ પોલીસે આરોપીને ધોરણસર અટક કરી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રીમાન્ડ મેળવ્યા છે.

બનાવની મળતી વિગત મુજબ, મહુવા તાલુકાના ખુંટવડા ગામે રહેતા અશોકભાઈ વેલજીભાઈ બારૈયા ઉ.વ.૧૮ અને તેની બહેન સુંદરનગર (વાઘનગર) યુવતી જોવા ગયા હતા ત્યારે સુંદરનગર ખાતે રહેતા મનસુખ ઉર્ફે ભાવેશ હામાભાઈ મકવાણા ઉ.વ.૩૬એ બન્ને ભાઈ-બહેનને સાંકળથી બાંધી દઈ ભાઈ અશોક બારૈયાની કરપીણ હત્યા કરી ગામની સીમમાં લાશને ફેંકી દીધાની મૃતકની બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની તપાસ મહુવા પોલીસ મથકના પી.આઈ. વારોતરીયાએ હાથ ધરતા પોલીસે આરોપી મનસુખ ઉર્ફે ભાવેશ મકવાણાની ધોરણસર ધરપકડ કરી પુછપરછ કરતા અલગ-અલગ નિવેદનો આપી રહ્યો હતો. પોલીસે માનસીક વિકૃતાના કારણે હત્યા કરી હોવાનું અને આરોપી અગાઉ છોકરી ભગાડવાના ગુનામાં એક માસ જેલમાં હતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આજરોજ આરોપી મનસુખને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરાતા નામદાર કોર્ટે તા.૪-૬ સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે. રીમાન્ડ દરમ્યાન હત્યાની હકીકત અને અન્યની સંડોવણી હોવાનું ખુલવા પામશે તેમ જાણવા મળી રહ્યું છે.

Previous articleબેંક કર્મચારીઓ દ્વારા બે દિવસીય હડતાલનો આરંભ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, ય્જીજીમ્ પરીક્ષાની તૈયારી માટે