જળસંચય અભિયાનની દુરોગામી અસર જોવા મળશે : મંત્રી રાદડીયા

2062

આજે તા. ૩૧ મે ના રોજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડીયાની ઉપસ્થિતિમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૧૮નો ભાવનગર જિલ્લાનો સમાપન સમારોહ જિલ્લાના મહુવાની માલણ નદીના પટમાં યોજાયો હતો.
નર્મદા જળપુજન કરી તેમજ રાજ્યના માહિતીખાતા દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત ભાવનગર જિલ્લામાં થયેલ કામો ની સંપુર્ણ જાણકારી આપતા ફોટો પ્રદર્શનને ખુલ્લુ મુકી અને આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યુ હતું કે સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૧૮ તા. ૦૧/૦૫ ના રોજ શરૂ થયુ હતુ અને આજે તા. ૩૧/૦૫ સુધીમાં ૧૮ હજાર થી વધુ સ્થાનો ઉપર તળાવો, ચેકડેમ, નદી ની ઉંડાઈ વધારી અને તેમાં વધુ પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ શકે તે મુજબનું કામ સમગ્ર ભારત દેશમાં સૌપ્રથમ આપણા ગુજરાત રાજ્યમાં થયુ છે ભાવનગર જિલ્લામાં જળસંચયના ૫૩૮ કામો થયા છે આ પ્રકારના જળ સંચય અભિયાનની દુરોગામી શુભ અસરો લોકોને જોવા મળશે.
જિલ્લા કલેકટર હર્ષદ પટેલ એ જણાવ્યુ હતું કે ભાવનગર જિલ્લામાં ૫૩૮ કામો રૂપિયા ૫.૨૦ કરોડના ખર્ચે પૂર્ણ થયા છે તેમાં દાતાઓના દાનની રકમ રૂપિયા ૦૧ કરોડથી પણ વધુ છે તે થકી જિલ્લામાં ૭૫ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે જળ થી લોકોની સમ્રુદ્ધિ વધશે.
આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ સાથે ધારાસભ્ય આર. સી. મકવાણા, ભુતપુર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ સહિત હિન્દુ અને મુસ્લિમ લોકોએ નર્મદા જળપુજન કર્યુ હતુ, આ જળપુજનમાં કુલ-૧૧ કળશનો ઉપયોગ કરાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરહર્ષદ પટેલ, સિંચાઈ કાર્યપાલક ઈજનેર એસ. જી. પટેલ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, મહુવા શહેર, તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Previous articleવિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે શહેરમાં નિકળેલી વિશાળ રેલી
Next articleપંચવટી સોસાયટીના બંધ રહેણાંકી મકાનમાંથી રોકડ-દાગીનાની ચોરી