વઢેરા ગામે સુજલામ સુફલામ અભિયાનનો સમાપન સમારોહ

1253

જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે રાજય સરકારના સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચોમાસાના વહી જતા પાણીના સંગ્રહો કરવા તળાવો ઉંડા ઉતારવાની ૧લી મેથી ૩૧મે સુધી યોજાયેલ દરેક ગામોમાં જયા શ્રમજીવીઓને રોજી રોટી મળે તેવા જાફરાબાદ તાલુકાના વઢેરા, બલાણા, રોહીસા, ધારાબંદર, ચિત્રાસર વડલી, કેરાળા, ફાચરીયા જેવા ગામોમાં મજુર દ્વારા તળાવો ઉંડા ઉતરાયા તેમજ રાજુલા તાલુકામાં બારપટોળી, બાલાપર, વાવેરા, મોટા આંગરીયા, છતડીયા, ખાખબાઈ, પીપાવાવ જેવા ૩૦ ગામોમાં જોરશોરથી તળાવો ઉંડા ઉતારવાની કાર્યવાહીમાં તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ તેમજ તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ નીચે કાર્યવાહી કરવામાં આવી તેમજ જાફરાબાદ તાલુકામાં તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા ટીડીઓ વાઢેરની દેખરેખમાં ૧૦૦ ટકા કામગીરી પુર્ણ કરવામાં આવેલ તે યોજનાને આજે આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણી અને નારણભાઈ કાછડીયા સાંસદે જાહેરાત કરીકે આ યોજના આવતા ૩ વર્ષ સુધી ચાલશે અને આજથી વધારાના ૭ દિવસ લાંબાવાઈ છે આ મહા પ્રસંગે પુર્વ ધારાસભ્ય હિરાભાઈસોલંકી, પુર્વ ધારાસભ્ય વી.વી. વધાસીયા, પુર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉધાડ, ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ,જિલ્લા કલેકટર આયુષ ઓક, ડીડીઓ યોગેશ નિરગુડે, રાજુલા તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ, હરેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઈહીરપરા, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, મંત્રી ચેતનભાઈ શિયાળ તેમજ જાફરાબાદ તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયાએ મુકેલ કામો જેવા કે જાફરાબાદથી ચારનાળાનો રોડ, જાફરાબાદથી ભાડા ટીંબી રોડ સાવ ઉખડી ગયેલ જે સરકાર તેમજ તંત્ર ધ્યાને ન લેતા તેની આ કાર્યક્રમમાં ગેરહાજરી રોષ સાથે રહેલ તેમજ વઢેરા ગામને કાયમી લાભ પાણી માટે ગામને નવો કુવો રૂા. ૧૦ લાખનો મોટર પાઈપલાઈન સાથે મંજુર કરેલની ઘોષણા નારણભાઈ કાછડીયા દ્વારા કરવામાં આવી તેમજ આ પ્રસંગે જારફાબાદ નગરપાલિકા પ્રમુખ કોમલબેન સરમણભાઈ બારૈયાનું બાદ ભાજપ તાલુકા પર્મુખ દિનેશભાઈ તેમજ પ્રભારી દિલીપભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું તેમજ રાજુલાના ભાજપના તાલુકા સદસ્ય પ્રતાપભાઈ મકવાણાએ દાતાઓ કે જેણે આ સુજલામ સુફલામ યોજનામાં સરકારને આર્થિક મદદ કરનાર દાતાઓ નર્મદા સિમેન્ટના દિલીપકુમાર મિશ્રા, સાકરીયાભાઈ તેમજ ગુજરાત સિમેન્ટના ભરતભાઈ પટેલ, સીન્ટેક્ષ કંપનીના ભોયદીપભાઈ તેમજ પીપાવાવ પોર્ટ અને રીલાઈન્સ કંપનીના અધિકારીઓના સન્માન આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણી તેમજ હીરાભાઈ સોલંકી પુર્વ સંસદીય સચીવ દ્વારા કરવામાં આવ્યા તેમજ આ સમારોહનું આયોજન ડેપ્યુટી કલેકટર ડાભી, જાફરાબાદ મામલતદાર ચૌહાણ રાજુલા મામલતદાર કોરડીયા દ્વારા સતત બે દિવસ રાત દિવસ તળાવના સ્થળ પર તમામ સુવિધાઓ જેવી કે વિજળી માટે નિનામાં પાણી અને આવનાર જિલ્લાભરમાંથી મહેમાનો તેમજ આજુબાજુના ગામ લોકોનો જમણવાર કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો.

 

Previous articleસુજલામ સુફલામ જળસંચય અભિયાનની સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં પૂર્ણાહુતી
Next articleરેશનીંગનો જથ્થો ભરેલ આઈશર સાથે એક શખ્સને ઝડપી લીધો