ઢસામાં વિશ્વ તમાકુ વિરોધી દિન નિમિત્તે રેલી

0
599

ઢસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૩૧ મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી અર્થે જન જાગૃતિ માટે આરોગ્ય કર્મચારી સાથે આશા બહેનોની રેલી યોજવામાં આવી હતી. આ રેલીને ડો.કુંજલ ભટ્ટ દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યુ હતું ડો. ચિરાગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જુલાઈ માસમાં શરૂ થનારાં ઓરી-નુરબીબીના રસીકરણ કેમ્પેઈન વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. આ રેલી તમાકુ નિષેધ તેમજ ઓરી. રૂબેલા જુમ્બેશના સુત્રોચ્ચાર સાથે ઢસા મેઈન બજારો, હાઈસ્કુલ થઈને ઢસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સમાપ્ત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here