ગુજરાતમાં ૫, ૬, અને ૭મી જૂને વરસાદ થયો તો વરસાદ સીઝનમાં સારો

1558

ગુજરાતમાં અતિશય ભારે ગરમી પછી હવે લોકોને ભારે આંધી અને વાવાઝોડાંનો સામનો કરવો પડશે તેમ જાણીતા જ્યોતિષી અંબાલાલ દા પટેલનું કહેવું છે.

ગુજરાતના હવામાન વિશે અનેક સચોટ આગાહી કરવા માટે જાણીતા હવામાન જ્યોતિષી અંબાલાલ દા પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ આવવાની સંભાવના છે. જો ગુજરાતમાં ૫,૬, અને ૭મી જૂને વરસાદ થયો તો વરસાદ સીઝનમાં સારો રહેશે. આ સમય દરમિયાન રોહિણી નક્ષત્ર ચાલતું હશે

ગુજરાતમાં ૨૯મી મેથી ૧૫ જૂન સુધીમાં ભારે આંધી સાથે વાવાઝોડું ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે ગુજરાતમાં અચાનક જ વરસાદ વરસે તેવી સંભીવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

Previous articleઅધેલાઈ નજીક અકસ્માત : ત્રણના મોત
Next articleનોકરીમાંથી વય નિવ્રુત્તિ એ સામાજીક વ્યવસ્થાનો એક ભાગ છેઃ ડૉ. શંકરસિંહ રાણા