નોકરીમાંથી વય નિવ્રુત્તિ એ સામાજીક વ્યવસ્થાનો એક ભાગ છેઃ ડૉ. શંકરસિંહ રાણા

1735

મધુર ડેરી ખાતે બિરાજમાન ખોડિયાર માતાજી મંદિરના સ્થાપના દિને વિશેષ હવન અને મહાઆરતીના કાર્યક્રમ બાદ વર્ષ દરમિયાન નિવ્રુત્ત થયેલ કર્મચારીઓ માટે વિશેષ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

દર વર્ષે નિયમિત યોજાતા આ હવન કાર્યક્રમમાં આ વર્ષે ખુબ સારો વરસાદ થાય અને ખેતી પાકોમાં સમ્રુધ્ધિ આવે તે હેતુસર તમામ કર્મચારીઓએ પૂજા અર્ચના કર્યા હતા. મધુર ડેરીના આ પ્રસંગે દૂધ મંડળીઓના ચેરમેનશ્રીઓ, કર્મચારીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે સતત ઘણા વર્ષથી મધુર ડેરીમાં સેવા આપી વયનિવ્રુત્તિને કારણે ચાલુ વર્ષે નિવુત્ત થયેલા તમામ કર્મચારીઓનું સાલ તથા પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. વયનિવ્રુત્તિ એટલે નોકરીમાંથી છુટા થઇને પોતાના અને પરિવાર સાથે સમય આપવાનો અવસર. આ એક સામાજીક વ્યવસ્થાનો ભાગ છે તેમ જણાવતા મધુર ડેરીના ચેરમેન ડૉ. શંકરસિંહ રાણાએ તમામ નિવ્રુત્ત કર્મચારીઓની કામગીરી અને સેવાની કદર કરી શુભેચ્છાઓ પાઠવી હતી. દર વર્ષે પહેલી જુનના રોજ માતાજીના હવન, મહાઆરતી, નિવ્રુત કર્મચારીઓનું સન્માન અને સમુહ ભોજનની આ પરંપરા શરૂ કરી નિયમિતપણે ચાલુ રાખવા બદલ દૂધ મંડળીઓના આગેવાનોએ તથા તમામ કર્મચારીઓએ ડેરીના ચેરમેનનો આભાર વ્યક્ત કર્યો હતો.

Previous articleગુજરાતમાં ૫, ૬, અને ૭મી જૂને વરસાદ થયો તો વરસાદ સીઝનમાં સારો
Next articleબાળકોની અંધશ્રદ્ધા દૂર કરતો જાદુગર ડોલરનો અનોખો મેજિક શો યોજાયો