બાળકોની અંધશ્રદ્ધા દૂર કરતો જાદુગર ડોલરનો અનોખો મેજિક શો યોજાયો

1507

 

ગાંધીનગર, તા. ૦૩

હેપ્પી યુથ કલબ દ્વારા ગાંધીનગરમાં સેક્ટર-૧૬માં વિદ્યા લાયબ્રેરી ખાતે આજે સવારે પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા સન્માનીત ગુજરાતનાં યુવા જાદુગર ડોલર ચુડાસમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ થકી બાળકોમાં વૈઘ્‌નાનિક અભિગમ કેળવાય અને અંધશ્રદ્ધા દૂર થાય તે હેતુથી વિના મૂલ્યે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જાદુના કાર્યક્રમ પૂર્વે વહેલી સવારે હેપ્પી યૂથ ક્લબના સેવાભાવી સામાજિક કાર્યકર વિજયસિંહ માજીરાણાના જન્મદિવસ નિમિત્તે સેક્ટર -૧૩માં નંદનવન આશ્રમ શાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મેજિશિયન ડોલરે પોતાની જાદુની કળા ખુબજ માર્મિક અને રમૂજી શૈલીમાં રજૂ કરી હતી જેના કારણે બાળકો અત્યંત આનંદિત થયા હતા. તેમણે વિવિધ રોમાંચક અને હેરતભર્યા આ કાર્યક્રમમાં ગાંધીનગરના નગરસેવકો હર્ષાબા ધાંધલ અને નીલાબેન શુક્લ ઉપરાંત અંકિત બારોટ, સામાજિક અગ્રણી પ્રદીપસિંહ વાઘેલા, કડી કેમ્પસના કેમ્પસ ડાયરેક્ટર ડો. સોમભાઇ પટેલ, સાહિત્ય સભાના ઉપાધ્યક્ષ સંજયભાઈ થોરાત, હાસ્ય કલાકારો હરપાલસિંહ ઝાલા અને ધનસુખભાઈ રાદડીયા, ધારાશાસ્ત્રી અશ્વિનભાઈ ત્રિવેદી, નિવૃત સરકારી અધિકારી જી.કે.પરમાર, નંદનવન આશ્રમ શાળાના આચાર્ય યોગેશભાઈ દરજી, સેક્ટર-૧૬ની સરકારી શાળાના આચાર્ય અરૂણભાઈ પટેલ, યોગશિક્ષક વિરમભાઇ ચૌહાણ, વિદ્યા લાયબ્રેરીના  ગિરીશસિંહ વાઘેલા, નાટયકાર હસમુખ મેકવાન, એડ્‌વોકેટ  અમીશાબેન વાઘેલા, ઈશ્વરભાઇ ચૌધરી, વિજયસિંહ ચાવડા, સંજયસિંહ ચાવડા, વિવેકસિંહ ચૌહાણ, વિશાલકુમાર તેમજ હેપ્પી યૂથ ક્લબના પ્રમુખ સમીર રામી ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleનોકરીમાંથી વય નિવ્રુત્તિ એ સામાજીક વ્યવસ્થાનો એક ભાગ છેઃ ડૉ. શંકરસિંહ રાણા
Next articleસેકટર – ૩૦ શોપીંગમાં આગ : બે ને ઈજા