ભાવનગર ભીકડા કેનાલ વરસાદી પાણી અવરોધક વિસ્તારની સાફ સુફીની શરૂ થયેલી સદ્યન કામગીરી

0
996

ભાવનગર ગૌરીશંકર તળાવ(બોરતળાવ)વરસાદી પાણી ભીકડા કેનાલ મારફત આવે છે. ભીકડા કેનાલનો કેચમેન્ટ એરીયા ૩૪ સ્કેવેર માઈલ છે. માલેશ્રી નદી પર હેડ વર્કસનું બાંધકામ કરી માલેશ્રી નદીનું વરસાદી પાણી ભીકડા કેનાલમાં આવે છે અને કેનાલ દ્વારા વરસાદી પાણી બોરતળાવમાં આવે છે. બોરતળાવનો સ્ત્રાવ વિસ્તાર ૩૪ ચો.માઈલ છે. બોરતળાવની પૂર્ણ જળ સપાટી ૮૬૮ એકરમાં, ભીકડા કેનાલની લંબાઈ ૧૩,૯૭૩ ફુટ ભીકડા બંધના દરવાજા ૧૭ (નંગ), માલેશ્રીના દરવાજા ૧૦ નંગ. આ વિસ્તારની વાત કરીએ તો ભીકડા કેનાલની પાણી વહન કરવાની ક્ષમતા ૬૦૦૦ કયુસેક, બાંધકામ વર્ષ ૧૯૪૧.
ભાવનગર મહાનગર પાલિકાની સભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા જયદિપસિંહ ગોહિલે તળાવ ઉંડુ ઉતારવા વિગેરે મુદ્દે એજન્ડામાં વધારાનું કાર્ય રજુ કરેલ. વિપક્ષની માંગણી મુજબ બાંધકામના આ કાર્યનો મેયર નિમુબેન બાંભણીયાએ સ્વીકાર કરીને બોર્ડમાં બોર તળાવ અને ભીકડા કેનાલ બાબતની ચર્ચા આપી હતી, વિપક્ષ કોંગ્રેસે આવી વધારાની દરખાસ્ત મુકી સમગ્ર બોરતળાવ અને ભીકડા કેનાલના વિકટ પ્રશ્નોની કોંગી નેતા જયદિપસિંહ ગોહિલે અભ્યાસ પૂર્વક જોરદાર મુદ્દાસર રજુઆત કરી હતી, આ ચર્ચામાં કોંગી સભ્યો અન ભાજપના નગરસેવકોએ પણ ભાગ લીધો હતો.
બોર્ડમાં વધારાની આ દરખાસ્ત કોંગ્રેસે મુકી અને તે પાસ થાય તો કોંગીની સફળ રજુઆત ગણાય પરંતુ વિપક્ષોની બધી રજુઆત સાંભળી મેયરે અગમ બુધ્ધી વાપરી આ વધારાનું કાર્ય પાસ કરવા અધ્યક્ષ સ્થાનેથી લેવા વિપક્ષને કેતા કોંગ્રેસ નેતા જયદિપસિંહ ગોહિલ દ્યડીભર ધુંઆફુંવા થયા હતા અને આ ક્ષેત્રે કરેલી રજુઆત નિષ્ફળ અને જસ શાસકોને ફાળે જાય આવી સ્થિતી પેદા થતા દરખાસ્ત પાસ કરવા કોંગ્રેસ પાસે પુરા મતો નોતા એટલે દરખાસ્ત શાસકો ઉડાડી દે તેવી વાત આવતા છેવટે કોંગી નેતાએ લાંબો વિચાર કરી જતુ કરવાની ભાવના બતાવી મેયર અધ્યક્ષ સ્થાનેથી આ દખાસ્ત લેવાય તો વધુ કાંઈ વાંધો નથી, એવુ મોટુ મન રાખી મેયરને સંમતિ દિધી. જો કે, કોંગ્રેસ વધારાનું કામ મુકે અને તે મુદ્દે અધ્યક્ષ સ્થાનેથી પાસ થાય તે રાજકિય દ્રષ્ટિએ કોંગ્રેસને તમાચો મારવા જેવી ઘટના બને છતા વિપક્ષની લાંબી રજુઆતનું કાંઈક પરિણામ મેળવવા હા ભણી અને આ વધારાનું કામ શાસકોએ મેયરના અધ્યક્ષ સ્થાનેથી પાસ કર્યુ અને કોંગ્રેસના સેવકો વાહ વાહ કેતા કેતા જુદા પડી ગયા. તેમાં કોંગ્રેસની નબળાઈ દેખાય તે સ્વભાવિક બને પણ કોંગ્રેસ પાસે ૧૮ સેવકો અને ભાજપ પાસે ૩૪ સેવકો એટલે પીછે હઠ થાય તો પણ ખોખારો ખાવાનો કોંગ્રેસે સંતોષ માની લીધો.
આ પછી મેયર નિમુબેન બાંભણીયા, વહિવટી પાંખના વડા કમિ.ગાંધીએ વિપક્ષોની ગૌરીશંકર સરોવર, ભીકડા કેનાલની રજુઆત સાંભળી લઈ, મેયરએ બોર્ડના નગરસેવકો, અધિકારીઓ, પત્રકારો વિગેરેને સાથે રાખીને ભીકડા કેનાલ પર લઈ જવાનો કાર્યક્રમ નકકી કર્યો હતો. આ કાર્યક્રમમાં કોંગી નેતા અને નગરસેવકોએ હાજરી આપી હતી અને વોટર વર્કસ વિભાગ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આ કેનાલની અંદર વરસાદી પાણીને અવરોધતા ઝાડી-ઝાખરા તથા બાવળો દુર કરી કેનાલની અંદર જરૂરીયાત હોય ત્યાં લોક ભાગીદારીથી ડીસીલ્ટીંગ કરવામાં આવેલ છે. આમ ભીકડા હેડ વર્કસ બેઝીનની સફાઈ કરવામાં આવી છે. ભીકડા હેડ વર્કસન દરેક દરવાજાને ઓઈલ તથા ગીરીસીંગ કરવામાં આવેલ છે. આમ જળ બચાવીએ જળનું જતન કરીએ કાર્યક્રમ તળે આ કામ થઈ રહયુ છે.
ભીકડા કેનાલ વિસ્તારની મુલાકાત લેવરાવી મહાનગર પાલિકા દ્વારા થઈ રહેલા કામોનું નિરીક્ષણ કરાવ્યું હતુ. આ નિરીક્ષણમાં એમ કહેવુ જોવે તે પાણી આવતા પ્રવાહને અવરોધતી બાબતો દુર કરાવી આખે આખી કેનાલ સાફ કરાવતા હવે ચોમાસાના વરસાદમાં જો ધાર્યા પ્રમાણે વરસાદ થાય તો વરસાદનું પાણી બોર તળાવમાં આવતા કોઈ કારણો અવરોધક બને તેમ નથી તે વાતની પ્રતિતિ મેયરએ તમામ સેવકો, અધિકારીઓ અને પત્રકારોને કરાવી હતી અને ખુદ કોંગ્રેસના નેતા જયદિપસિંહ ગોહિલ સહિત કોંગી નગરસેવકોએ તંત્રની કામગીરીને અવકારી હતી, કોંગી નેતા સાથે દ્યનશ્યામભાઈ ચુડાસમા, હિમત મેણીયા અને અન્ય પણ સામેલ રહયા હતા.
આમ ભીકડા કેનાલ અને બોર તળાવમાં પાણી આવતુ નથી તેનો કોગ્રેસનો કકળાટ મેયરે દુર કરતા ખુદ નેતા જયદિપસિંહ ગોહિલે પણ મેયરની અ કાર્ય પધ્ધતિને આવકારી હતી અને વરસાદનું પાણી હવે બોર તળાવમાં વિના અવરોધે આવશે તેવી આશા વ્યકત કરી હતી. મેયર નિમુબેન બાંભણીયાએ મેયર પદેથી શહેરની પીવાના પાણીની લોક ફરીયાદો ચિંતાઓ સાથે પોતાની લાગણી પ્રજાહિતમાં વ્યકત કરી સમગ્ર ભીકડા કેનાલ તેના કેચમેન્ટ એરીયામાં જે તંત્ર દ્વારા સાફ સુફીનું સારૂ કામ થયુ તે માટે કમિશ્નર અને વહિવટી અધિકારીની કામગીરીનો આભાર વ્યકત કર્યો હતો. જો કે તેમણે વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા બોરતળાવના પ્રશ્ને જે લાગણીથી શાસકોનું ધ્યાન કેન્દ્રીત કરવા બોર્ડમાં પ્રજાહિતમાં બધાએ સાથે મળી ચર્ચા કરી તેને આવકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here